બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2017 (16:29 IST)

1993 Mumbai Blast Case - કોણ છે તાહિર મર્ચંટ અને ફિરોજ ખાન જેમને ફાંસીની સજા થઈ ?

12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં થયેલ સીરિયલ બ્લાસ્ટમાં આજે પાંચ દોષીઓને ટાડા કોર્ટે સજા સંભળાવી. તેમાથી બે તાહિર મર્ચંટ અને ફિરોજ ખાનને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.  આજે અમે તમને આ બંને વિશે અનેક મહત્વપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ. તાહિર મર્ચંટ પર ષડયંત્ર રચવા, આતંકી ગતિવિધિમાં સામેલ થવા માટે દોષી ઠેરવવામાં આવ્યો છે. 
 
બોમ્બ ધમાકામાં મર્ચંટ અને ફિરોજ ખાનનો રોલ 
 
તાહિર મર્ચેંટ - તાહિર મર્ચેંટ એ આતંકી ગતિવિધિઓમાં સામેલ સહ આરોપી જેને પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવી છે એ માટે પરિવહનની વ્યવસ્થા કરી હતી. અભિયોજન પક્ષના વકીલે કોર્ટમાં કહ્યુ હતુ કે તાહિર મર્ચંટ અને કરીમઉલ્લા ખાને આ ઉપરાંત પાસપોર્ટની પણ વ્યવસ્થા કરી હતી. અભિયોજન પક્ષના વકીલે કોર્ટમાં કહ્યુ કે તાહિર મર્ચન્ટ અને કરીમઉલ્લા ખાને આ ઉપરાંત પાસપોર્ટની પણ વ્યવસ્થા કરી હતી.  મર્ચંટ દુબઈમાં મુંબઈ બ્લાસ્ટ માટે કરવામાં આવેલ મીટિંગમાં પણ સામેલ હતા અને તેને પોતાના સહયોગીઓને મુંબઈથી લોકોને શસ્ત્ર પ્રશિક્ષણ માટે પાકિસ્તાન મોકલવાની વ્યવસ્થા કરવા માટે પ્રેરિત કર્યા હતા. મર્ચંટે હથિયાર ખરીદવા માટે ધન એકત્રિત કર્યુ અને ભારતમાં એક ગેરકાયદેસર હથિયાર નિર્માણ કારખાનુ સ્થાપિત કરવાની યોજના બનાવી. 
 
ફિરોજ ખાન 
 
8 જાન્યુઆરી 1993ના રોજ વિસ્ફોટોના બે મહિના પહેલા મોહમ્મદ ડોસા (મુસ્તફા ડોસાના ફરાર ભાઈ)એ ફિરોજ અબ્દુલ રશીદ ખાન અને અન્ય આરોપીને કસ્ટમ્સ અદિકારીઓ અને લૈંડિગ એજંટોને હથિયાર અને વિસ્ફોટક વિશે સૂચિત કરવા માટે અલબાગ અને મ્હસલા મોકલ્યા હતા.  આ સાથે ફિરોજ ખાન આતંકી હુમલા માટે કરવામાં આવેલ બેઠકોમાં પણ ભાગ લીધો. 
 
અબૂ સલેમ પર છે આ આરોપ 
 
સલેમ પર ગુજરાતથી મુંબઈ હથિયાર લઈ જવાનો આરોપ છે. સલેમે ગેરકાયદેસ રૂપે હથિયાર મુકવાના આરોપી અભિનેતા સંજય દત્તને એકે 56 રાઈફલ 250 કારતૂસ અને કેટલાક બોમ્બ 16 જાન્યુઆરી 1993ના રોજ તેમના રહેઠાણ પર તેમને સોપ્યા હતા. બે દિવસ પછી 18 જાન્યુઆરી 1993ના રોજ સલેમ અને બે અન્ય દત્તના ઘરે ગયા અને ત્યાથી બે રાઈફલ અને કેટલાક બોમ્બ લઈને પરત આવ્યા હતા.