મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By ન્યુઝ ડેસ્ક|
Last Modified: બુધવાર, 4 સપ્ટેમ્બર 2019 (08:44 IST)

ગોંડલ ભોજરાજપરા રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકયા 2,69,000 ના મુદ્દામાલની ચોરી કરી

ગોંડલ શહેરના ભોજરાજપરા શેરી નંબર 30 ખાતે રહેતા અને લુહારી કામ કરતા જેન્તીભાઈ બટુકભાઈ પિત્રોડાના મકાનમાં ગતરાત્રિના તસ્કરોએ ડેલી ટપી, હોલના દરવાજાનો સેન્ટર લોક તોડી અંદર પ્રવેશી મંદિરમાં રાખેલ રૂમ ના કબાટની ચાવીઓથી કબાટની તિજોરી ખોલી સોનાના દાગીના 79 ગ્રામ કિંમત રૂપિયા 1,58,000 તેમજ ચાંદીના દાગીના 720 ગ્રામ કિંમત રૂપિયા 18000 તેમજ રોકડા રૂપિયા 93000 મળી કુલ રૂપિયા 269000 ની ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. ચોરીની ઘટનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે એન રામાનુજ દ્વારા હાથ ધરવામાં આવી હતી