શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 ફેબ્રુઆરી 2021 (23:28 IST)

ગુજરાતના રમાખાણ પીડિતોએ AIMIM ની સાથે, કોંગ્રેસ પર લગાવ્યો આરોપ

ગુજરાતમાં 2002ના સાંપ્રદાયિક રમખાણોમાં ગુલબર્ગ સોસાયટી જનસંહાર દરમિયાન પોતાના પરિવારના 10 સભ્યોને ગુમાવનાર વ્યક્તિ ઇમ્તિયાઝ ખાન પઠાણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં એઆઇએમઆઇએમમાં જોડાયા છે. તેમણે તેમણે કોંગ્રેસ પર રમખાણ પીડિત પરિવારોની મદદ કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે. 
 
ઇમ્તિયાઝ પઠાણ ગુજરાતમાં રમખાણોને તપસ માટે હાઇકોર્ટ દ્રારા રચવામાં આવેલી એસઆઇટી સામે સાક્ષીઓ આપનાર મુખ્ય સાક્ષી રહ્યા છે. તે અને ઘણા અન્ય લોકો ઓલ ઇન્ડીયા મજલિસ-એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબુલીવાલાની હાજરીમાં અસદ્દીન ઓવૈસીની આ પાર્ટીમાં સામેલ થયા છે. આ પાર્ટી પહેલીવાર ગુજરાતમાં ભરતમાં ટ્રૈઅબલ પાર્ટી (બીટીપી) સાથે મળીને અમદાવાદમાં ભરૂચ શહેરોમાં ચૂંટણીમાં લડી રહ્યા છે.  
 
ગોધરામાં ટ્રેન સળગાવવાની ઘટના બાદ અમદાવાદમાં ગુલબર્ગ સોસાયટી પર એક ભીડે 28 ફેબ્રુઆરે, 2002 ને હુમલા કર્યો હતો અને તેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત 69 લોકોના મોત થયા છે. 
=