રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 ઑગસ્ટ 2019 (12:19 IST)

અમરનાથ યાત્રાએ પહોંચેલા 500 જેટલા ગુજરાતના યાત્રિકો પરત ફર્યા

કેન્દ્રીય ગૃહ વિભાગે જમ્મુ અને કાશ્મીરના રહીશો તેમ જ અમરનાથ યાત્રા ગયેલા યાત્રિકોની યાત્રા રદ કરી નાખી છે, જેના કારણે ગુજરાતના છેલ્લાં 3 દિવસમાં આશરે 2 હજારથી વધુ યાત્રિકો ગુજરાત પરત ફરી રહ્યા છે. 2 ઓગસ્ટના રોજ બાલટાલથી આશરે 500 જેટલા ગુજરાતના યાત્રિકો પ્રાઇવેટ ટૂર મારફતે પરત ફરી રહ્યાં છે. તેમ જ આગામી દિવસોમાં જવાવાળા 300 યાત્રિકોનું જમ્મુ - કાશ્મીર ટૂરિઝમ વિભાગ દ્વારા યાત્રા અટકાવવામાં આવી છે. 1 ઓગસ્ટે 3 લાખ જેટલા શ્રદ્ધાળુઓ યાત્રા માટે રવાના થયાં હતા. તેમજ 3 હજાર લોકોએ ગુફાના દર્શન કર્યાં હતાં. જમ્મુના સોનમાર્ગના એક ટેન્ટના માલિક મંજૂર સૈયદાએ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તમામ ટેન્ટ એકસાથે ખાલી કરી દેવાયા છે. તેમજ અમરનાથ યાત્રાની ગુફામાં હાજર તમામ 200 જેટલા સાધુ-સંતોને પણ પરત ફરવા આદેશ અપાયો છે. બાલટાલ ખાતે આવેલી NIDના કોલેજના વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમ જ ત્યાંની ઇસ્લામિક યુનિ. ઓફ સાયન્સની અને ટેક્નોલોજી અવંતિપુરા હોસ્ટેલ ખાતે લેવાનારી સોમવારની પરીક્ષા પણ સ્થગિત કરી દેવામાં આવી છે.