Gujarat ATS: ગુજરાત ATSની મોટી કાર્યવાહી, 150 સ્થળોએ દરોડા; 65 લોકોની ધરપકડ  
                                       
                  
				  				  
				   
                  				  Gujarat ATS Raid:ગુજરાતમાં મોટી કાર્યવાહી કરતા ATSએ રાજ્યભરમાં 150 જગ્યાએ દરોડા પાડ્યા છે. જેમાં 65 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
				  										
							
																							
									  
	 
	Gujarat ATS: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 ) વચ્ચે ATSએ મોટી કાર્યવાહી કરી છે. એટીએસે રાજ્યના 13 જિલ્લામાં 150થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી 11-12 નવેમ્બરની રાત્રે થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત ATSએ ગુજરાત Gst વિભાગ સાથે મળીને આ કામગીરી હાથ ધરી છે અને સુરત, અમદાવાદ, જામનગર, ભરૂચ અને ભાવનગર જેવા જિલ્લાઓમાં સોથી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ દરોડા આંતરરાષ્ટ્રીય માર્ગો પર કરચોરી અને નાણાંની લેવડદેવડને લઈને કરવામાં આવ્યા છે.
				  
	
	
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	દેશવિરોધી પ્રવૃત્તિને રોકવા માટે ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત ATSએ 11-12 નવેમ્બરની રાત્રે રાજ્યના 13 જિલ્લાઓમાં 150 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં ગુજરાત ATS દ્વારા 65 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. અમદાવાદ, ભરૂચ, સુરત, ભાવનગર અને જામનગરમાં દરોડા ચાલુ હોવાનું જણાવાયું છે.
				  																		
											
									  
	(Edited by-Monica Sahu)