સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 30 સપ્ટેમ્બર 2020 (17:34 IST)

નવરાત્રિને લઇને નાયબ મુખ્યમંત્રીએ આપ્યું મોટું નિવેદન, ગુજરાત સરકારનું સ્ટેન્ડ ક્લિયર છે

નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવરાત્રી આયોજકોને મંજૂરી મળશે કે નહિ એ અંગે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં મોટા ગરબા આયોજનની મંજૂરી મળે તેવી શક્યતા નથી. ગ્રામીણ વિસ્તારો કે શહેરોમાં શેરીગરબાને કેવી રીતે પરમિશન આપી મંજૂરી આપવી તે અંગે હાલમાં નિર્ણય નથી.
 
તેઓએ કહ્યું કે, ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી ગરબાનું સોસાયટી કે ગામમાં આયોજન કરવા બાબતે હાલ કોઈ નિર્ણય નથી લેવાયો અને કેન્દ્રની છૂટછાટના આધારે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ રાજ્ય સરકારનો નવરાત્રિ મહોત્સવ નહિ યોજવાનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં રાજ્ય સરકારની નવરાત્રિ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે તે રદ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારનું સ્ટેન્ડ ક્લિયર છે. ગુજરાત સરકાર પોતે અધિકૃત રીતે કોઈ નવરાત્રિનું આયોજન કરવાની નથી. નવરાત્રિના ખાનગી આયોજન પોતાની રીતે સ્વૈચ્છિક રીતે જાહેરાત કરી દીધી છે કે, તેઓ ગરબાનું આયોજન નહિ કરે.
 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, મુખ્યમંત્રીએ રાજય સરકારનો નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ઘણા ગરબા આયોજકોએ જાહેરાત કરી દીધી છે કે, ગરબા આયોજન નહીં કરે. ડોક્ટરોએ સરકારને સૂચનો કર્યા છે તેમાં મોટા પાયે ગરબા ન કરવા કહ્યુ છે. આ સંજોગોમાં ગરબાના આયોજન અંગેની શક્યતા નથી.