બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (22:53 IST)

Gujarat Corona Update - રાજ્યમાં 24 કલાકમાં 7606 નવા કેસ, 34ના મોત

ગુજરાતમાં સતત બે દિવસથી કોરોનાના કેસમાં વધારો નોંધાયા બાદ ફરી નવા કેસ ઘટ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં 7606 નવા કેસ નોંધાયા છે. જ્યારે સતત બીજા દિવસે 34ના મોત થયા છે. આજે 13195 દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 93.75 ટકા થઈ ગયો છે. જોકે સતત પાંચમા દિવસે નવા કેસ 10 હજારથી ઓછા નોંધાયા છે. તેમજ વેન્ટિલેટર પરના 266 દર્દી થઈ ગયા છે. રાજ્યમાં છેલ્લા 7 દિવસથી 30થી વધારે દર્દીના મોત નોંધાઈ રહ્યા છે.
 
અમદાવાદમાં 3165 કેસ, વડોદરામાં 1413 કેસ, રાજકોટમાં 410 કેસ, ગાંધીનગરમાં 525 કેસ, સુરતમાં 389 કેસ, જામનગરમાં 62 કેસ, જુનાગઢમાં 29 કેસ, ભાવનગરમાં 83 કેસ, આઁણંદ 151,બનાસકાંઠા 149, પાટણ 128 કેસ, ખેડા 123 ભરૂચ 116 કચ્છ 111  સાબરકાંઠા 67 કેસ, નવસારી 55 મોરબી 53 વલસાડ 47  કેસ, સુરેન્દ્રનગર 42 પંચમહલ 41 અમરેલી 30 કેસ, દાહોદ 27 કેસ, દ્વારકા 19 કેસ, અરવલ્લી 17 કેસ, ડાંગ 17 કેસ, મહીસાગર 14 કેસ, છોટા ઉદેપુર 11 કેસ,  પોરંબદર 10 ગીરસોમનાથ 9  કેસ, નર્મદા 6 કેસ, બોટાદમાં 4 કેસ બહાર આવ્યા છે.