ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 11 ઑગસ્ટ 2019 (19:08 IST)

સાક્ષાત દૂત બનીને આવ્યો પોલીસ કોન્સ્ટેબલ, બે બાળકોને ખભા પર બેસાડી પૂરમાંથી બચાવ્યા

ગુજરાતના મોરબીથી એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઇને દરેક જણ આ વીડિયોમાં દેખાતા પોલીસ કોન્સ્ટેંબલની પ્રશંસા કરી રહ્યા છે અને ભારતીય પોલીસ જવાનોના સાહસ અને તેમની દેશભક્તિને સલામ કરી રહ્યા છે. જોકે આ વીડિયો મોરબીના કલ્યાણપુર ગામનો છે, જ્યાં લોકો હાલ વરસાદ અને પૂરનો સામનો કરી રહ્યા છે. વીડિયોમાં દેખાતા પોલીસ કોન્ટેબલનું નામ પૃથ્વીરાજ જાડેજા છે, જે પૂરના પાણી વચ્ચે બે બાળકીઓને પોતાના ખભા પર બેસાડીને લઇ જતો જોવા મળી રહ્યો છે. 
 
જોકે વીડિયોમાં દેખાતા કોન્સ્ટેબલ પૃથ્વીરાજ જાડેજા મોરબીના કલ્યાણપુરમાં પૂરનો સામનો કરી રહેલા સ્થાનિક લોકોની મદદ માટે એનડીઆર અને પોલીસકર્મીઓની ટીમ સાથે હતા, જ્યાં તેમણે બે બાળકોને પોતાના ખભા પર બેસાડીને પૂરમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તમને જણાવી દઇએ કે કમર સુધી ભરેલા પાણી વચ્ચે પૃથ્વીરાજ જાડેજા લગભગ દોઢ કિલોમીટર સુધી બાળકીને પોતાના ખભા પર બેસાડી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. એવામાં હવે જ્યારે આ વીડિયો સામે આવ્યો છે તો તેમની પ્રશંસા થઇ રહી છે. 
 
વીડિયો જોઇને કેટલાક લોકો કોન્સ્ટેબલ પૃથ્વીરાજ જાડેજાને બાળકીઓ દેવદૂત ગણાવી રહ્યા છે તો કેટલાક તેમને હનુમાન કહીને બોલાવે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે સમગ્ર વિસ્તારમાં પાણીમાં ડુબેલો છે અને ચારેતરફ પૂર જોવા મળી રહ્યું છે. એવામાં પોલીસકર્મીએ પોતાના જીવના જોખમે આ બાળકોને પૂરમાંથી બહાર કાઢ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.                                          
 
તમને જણાવી દઇએ કે ગુજરાતમાં ઘણી જગ્યાએ હાલમાં ભારે વરસાદ થઇ રહ્યો છે, જેના લીધે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાયેલી છે. સતત થઇ રહેલા વરસાદના લીધે ગુજરાતના 17 ડેમ ઓવરફ્લો થઇ ગયા છે અને 100થી વધુ રસ્તા પાણીમાં ગરકાવ થઇ ગયા છે, જેથી અહીં અવર-જવર બંધ થઇ ગઇ છે. આ ઉપરાંત રાજકોટ અને અમદાવાદ સહિત ઘણા વિસ્તારોમાં સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.