સંબંધિત સમાચાર
- ઇન્દોરમાં ઇલેક્ટ્રિક વાહનના શોરૂમમાં આગ લાગી, 20 લોકો અંદર ફસાયા, સદનસીબે કોઈ જાનહાનિ નથી
- અમદાવાદીઓનો નવો ક્રેઝ: પેટ્રોલની અછતની અફવા વચ્ચે EVના વેચાણમાં તોતિંગ ઉછાળો, રોજ 50 વાહનોનું બુકિંગ
- Union Budget 2026-27 : શું ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે? નિર્મલા સીતારમણના બજેટમાં ઓટો સેક્ટરને શું મળ્યું?
- 'ભારત ૧૦૦ દેશોમાં ઇલેક્ટ્રિક વાહનોની નિકાસ કરશે...', પીએમ મોદીએ કહ્યું - ૬જી પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે
- RE-NEET પર તંત્રની કડક નજર: અમદાવાદના 23 સેન્ટરો પર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ગુજરાત સરકારની નવી EV નીતિ: ગ્રાહકોને મળશે ડબલ સબસિડી, RTO ટેક્સ થશે ઝીરો
Gujarat EV Policy
પશ્ચિમ એશિયાના સંકટ બાદ ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા અને રાજ્યમાં સ્વચ્છ પરિવહનને વેગ આપવા માટે ગુજરાત સરકાર નવી અને વ્યાપક ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) પોલિસી લાવવાની તૈયારી કરી રહી છે. આ માટે સરકાર દ્વારા વિવિધ હિતધારકો સાથે ચર્ચાઓ શરૂ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તેનો ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર થવાની શક્યતા છે. નવી પોલિસીનું મુખ્ય ફોકસ ત્રણ બાબતો પર રહેશે: ઈવી વેચાણમાં વધારો કરવો, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરવું અને રાજ્યમાં જ ઈવી તેમજ બેટરી ઉત્પાદનને મોટું પ્રોત્સાહન આપવું.
RTO ટેક્સ માફી અને ડબલ સબસિડીની આકર્ષક યોજના
નવી પોલિસી હેઠળ ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારા ગ્રાહકોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે સરકાર મોટા પાયે આકર્ષક લાભો આપવાની યોજના બનાવી રહી છે. હાલમાં પેટ્રોલ-ડીઝલ વાહનો પર 6 ટકા RTO ટેક્સ વસૂલાય છે, જ્યારે ઈવી પર માત્ર 1 ટકા ટેક્સ છે, જેને હવે સંપૂર્ણપણે શૂન્ય (૦%) કરવાની વિચારણા ચાલી રહી છે. આ ઉપરાંત, ઈવી ખરીદી પર મળતી નાણાકીય સબસિડીની રકમ બમણી કરવાની અને અત્યાર સુધીની મર્યાદિત કેટેગરીના બદલે તમામ પ્રકારના ઇલેક્ટ્રિક વાહનો માટે આ લાભ વિસ્તૃત કરવાની મહત્વની દરખાસ્ત મૂકવામાં આવી છે.
નવી ઇમારતોમાં ચાર્જિંગ સુવિધા ફરજિયાત અને PPP મોડલ
રાજ્યમાં ચાર્જિંગ સ્ટેશનોના નેટવર્કને મજબૂત બનાવવા માટે સરકાર પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ અપનાવશે. ચાર્જિંગ સ્ટેશન શરૂ કરનારા સંચાલકોને આકર્ષવા માટે વીજળી બિલમાં સબસિડી સહિતના અનેક પ્રોત્સાહનો આપવામાં આવી શકે છે. આ સાથે જ, જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR)ના નિયમોમાં મોટો ફેરફાર કરીને ભવિષ્યમાં બનનારી તમામ નવી ઇમારતો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ઈવી ચાર્જિંગ સુવિધા ઊભી કરવાનું ફરજિયાત બનાવવાનો પણ વિચાર ચાલી રહ્યો છે.
ઉત્પાદનને વેગ અને પેટ્રોલ-ડીઝલ વાહનો પર સંભવિત નિયંત્રણો
આ પોલિસી અંતર્ગત ગુજરાતમાં ઈવી અને બેટરી મેન્યુફેક્ચરિંગ કરતા એકમો માટે વિશેષ પ્રોત્સાહનો જાહેર કરવામાં આવશે, કારણ કે નવી ઔદ્યોગિક નીતિમાં આ ક્ષેત્રને થ્રસ્ટ સેક્ટરનો દરજ્જો આપવામાં આવ્યો છે. બીજી તરફ, દિલ્હી સરકારની તર્જ પર વર્ષ 20Handle1 પછી પેટ્રોલ અને ડીઝલ વાહનોના વેચાણ પર તબક્કાવાર નિયંત્રણ લાદવા જેવા કડક વિકલ્પો પર પણ વિચારણા થઈ રહી છે. સરકાર પોતે પણ એક ઉદાહરણ પૂરું પાડવા માટે જાહેર પરિવહન અને સરકારી વિભાગોના વાહનોને ધીમે-ધીમે ઈવીમાં રૂપાંતરિત કરશે તથા ભવિષ્યમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનોની જ ખરીદી કરશે.
