દંડ તો ભરવો જ પડશે’: જો કેશ નહી હોય તો કરવું પડશે ડિઝીટલ પેમેન્ટ
કેન્દ્ર સરકાર દ્વારા કરાવામાં આવેલા મોટર વ્હીકલ એક્ટ 2019ને રાજ્યના સીએમ વિજય રૂપાણીએ 16 સપ્ટેમ્બરથી લાગુ કરવાની જાહેરતા કહી હતી. જેને લઇને સમગ્ર ગુજરાતમાં આજથી ટ્રાફિકના નવા નિયમો લાગુ થઇ ગયા છે. જો હવે તમે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કર્યું તો દંડ ફરજિયાત ભરવો પડશે. જો કે, હજી ઘણા એવા લોકો છે જેઓ દંડથી બચવા માટે અનેક બહાના બનાવતા હોય છે. ત્યારે આ લોકો પાસે હંમેશા એક બહાનું તો તૈયાર જ હોય છે કે, મારી પેસા કેશ પૈસા નથી. આ લોકો સામે ટ્રાફિક પોલીસનો પણ જવાબ તૈયાર છે. ટ્રાફિક પોલીસ પૈસા નથી બહાનું બનાવનાર પાસે ડિઝીટલ પેમેન્ટ દ્વારા દંડની વસૂલાત કરશે.
ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ દંડ ભરવો ન પડે તે માટે મોટાભાગનાં લોકોએ છેલ્લી ઘડીએ બધી જ તૈયારીઓ કરી લીધી છે. છેલ્લા દિવેસ લોકોએ હેલમેટની ખીરીદી કરી હતી, જેના કારણે બજારોમાં ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત પીયુસી સર્ટિફિકેટ માટે પીયુસી સેન્ટરો પર વાહનોની લાંબી લાઇનો લાગી હતી. ત્યારે હજી પણ કેટલાક એવા લોકો છે જેઓ ટ્રાફિક નિમનનો ભંગ કર્યા બાદ પણ દંડ ભરવા માટે અનેક બહાના બનાવતા હયો છે. પરંતુ હવે નવા નીયમો અનુસાર જો ટ્રાફિક નિયમનો ભંગ કર્યો તો દંડ તો ફરજીયાત ભરવો જ પડશે. કેમ કે, જો તમે બહાનું બનાવ્યું કે મારી પાસે કેશ નથી, તો ટ્રાફિક પોલીસ હેવ પોઇન્ટ ઓફ સેલ મશીન દ્વારા કાર્ડ સ્વાઇપ કરીને તમારી પાસેથી દંડની વસૂલાત કરશે.
આ અંગે ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, આ અગાઉ ટ્રાફિકના નિયમો તાડનાર પેસાથી કેશમાં દંડ વસૂલવામાં આવતો હતો. જેને લઇને ઘણી વખત પોલીસ પર ભ્રષ્ટાચારના આરોપો લાગતા હતા. ત્યારે આ વાતને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ પોતાની પદ્ધતિને આધુનિક કરવા માગે છે. એટલે કે દરેક વાહન ચાલક પાસેથી ઓનલાઇન પેમેન્ટ લઇ શકાય છે. આ માટે 500થી વધારે કાર્ડ સ્વાઇપ મશીન લાવવામાં આવશે. મશીન દ્વારા સ્પોટ ફાઇન લોકેશન રાખવામાં આવશે. ત્યારે સૌ પ્રથમ આ ટેકનોલોજી અમદાવદમાં ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવશે. જો આ ટેક્નોલોજી સફળ થશે તો ત્યારબાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સ્વાઇપ મશીન દ્વારા પેમેન્ટ લેવામાં આવી શકે છે.