મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 મે 2020 (19:00 IST)

ભાજપના મંત્રીની જીભ લપસી: સરકારે દારૂ અને અનાજની મફતમાં વ્યવસ્થા કરી

અત્યારે ગુજરાતમાં કોરોના કહેર વર્તાઇ રહ્યો છે જેને પગલે રાજ્યભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ કપરી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા જનતા વિવિધ પ્રકારની મદદ પુરી પાડવામાં આવી રહી છે. ત્યારે સરકારે લોકો માટે શું-શું કર્યું છે તે જનતાને જણાવી વાહવાહી લૂંટવાના ચક્કરમાં ભાજપના નેતાએ બફાટ કરી દીધો હતો. 
 
ગુજરાતમાં દારૂબંઘી જોકે દારૂ સતત પકડાતો રહે છે તેનાથી વધુ પીવાતો રહે છે અને વેચાણ થઇ રહ્યું છે. તેવામાં રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડે કહ્યું હતું કે તેમને દાહોદમાં મફતમાં દારૂની વ્યવસ્થા કરી હોવાનો બફાટ કર્યો છે.
 
મંત્રી બચુ ખાબડે કહ્યું કે, સરકારે દારૂ તેમજ અનાજની વ્યવસ્થા કરી છે. સરકારે કોઇ કમી રાખી નથી. એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે, અમદાવાદ સિવાય બધે જ સારૂ છે, ખુબ સારુ છે, તે પણ આ આપણા આખા વહિવટી તંત્રએ કામ કર્યું છે. આપણી સરકારે મફત અનાજ, પૈસા અને દવા બધી જ વ્યવસ્થા કરી છે. સરકારે કોઈ ક્ષેત્રમાં કમી નથી રાખી. મહત્વનું છે કે મંત્રી બચુ ખાબડની અગાઉ પણ અનેક વખત જીભ લપસી ચૂકી છે.
 
આ પહેલા 2019 માં જ્યારે કાશ્મીરમાં નાબૂદ થયેલી 370ની કલમ વિશે ચર્ચા કરવા જતાં તેમણે 370ને બદલે 170 કલમનો ઉલ્લેખ કર્યો હતો. બચુ ખાબડ જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે આવી ભૂલ કરતાં લોકો હસવાં માંડ્યા હતા. અને રમૂજનો માહોલ બની ગયો હતો.