શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 મે 2020 (11:29 IST)

રાજકોટ: પરપ્રાંતીયો વતન જવાની જીદે ચડી રસ્તા પર ઉતરી આવ્યા

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે જેના લીધે લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉન વચ્ચે ગુજરાતમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય મજૂરોને પોતાન વતન જવા માટે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરના ગોંડલ ચોકડી પાસે ક્રિષ્ના પાર્ક અને મવડી ચોકડી પાસે મોટી સંખ્યામાં પરપ્રાંતીયો રસ્તા પર ઉતરી આવી વતન જવાની જીદે ચડ્યા છે. આ અંગે પોલીસને જાણ થતાં સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. 
 
જો કે પોલીસે સમજાવટ બાદ પરપ્રાંતીય મજૂરો શાંત થયા હતા અને યાદી તૈયાર કરવામાં આવી હતી. જો કે ગઈકાલે કલેક્ટરે પણ જાહેરાત કરી હતી કે ટ્રેન દ્વારા વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે લોકો શાંતિ રાખે અને તંત્રને સાથે આપે. કલેક્ટર કચેરીએ પણ પરપ્રાંતિયોના ટોળા ઉમટ્યા છે. વતન જવા માટે ફોર્મ લેવા શ્રમિકો ઉમટ્યા છે. 
ગઇકાલે રવિવારે 2 હજારથી વધુ પરપ્રાંતીયો આજીડેમ નજીક એકત્ર થયા હતા. તેમજ રસ્તા પર ઉતરી આવી રોડ બંધ કર્યા હતા. આથી પોલીસે ગઇકાલે પણ સમજાવ્યા હતા અને પોલીસ ચોકીએ પોતાનું નામ અને ક્યાં જવું છે તે અંગેની વિગત લખાવવા જણાવ્યું હતું. છતાં આજે ફરી ગોંડલ ચોકડીએ મોટી સંખ્યામાં પરપ્રાંતીયો ભેગા થયા હતા અને વતન જવાની જીદ કરી હતી.