1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 જાન્યુઆરી 2020 (15:10 IST)

ગુજરાતની 6.50 કરોડની વસતી સામે 16 ટકાથી વધારે ગરીબ પરિવાર

લોકસભામાં રજૂ થયેલા આંકડા મુજબ દેશભરમાં ભિખારીઓની સંખ્યા કુલ 4,13,760 છે. જેમાં 2,21,673 પુરૂષો અને 1,91,997 મહિલાઓ છે. ત્યારે ગુજરાતમાં 13445 ભિખારી છે. આંકડા અનુસાર અંદાજે 4896 ભિખારી કુટુંબો ગુજરાતમાં વસવાટ કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ભીખ માંગવા પર 1959થી પ્રતિબંધ મૂકાયો છે. છતા પણ ભિખારીઓની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. ભિખારીઓ મોટાભાગે ધાર્મિક સ્થળો પર વધારે જોવા મળે છે. ગુજરાતમાં 2020 સુધીમાં અંદાજે 2 લાખથી વધુ ધાર્મિક સ્થળો છે. ગુજરાતની 6.50 કરોડની વસતી સામે 16 ટકાથી વધારે ગરીબ પરિવાર છે. જેમાથી 20 ટકા લોકો ભિખ માંગવાનું કામ કરે છે. મોટાભાગના ભિખારીઓ ધાર્મિક સ્થળો પર જ બેસીને ભિખ માંગતા હોય છે. ત્યારે અન્ય ઘરે-ઘરે તેમજ બસ સ્ટોપ કે શોપિંગ મોલની આસપાસ ફરતા હોય છે. કેન્દ્ર સરકારના 20 માર્ચ, 2018ના આંકડા મુજબ દેશભરમાં ભિખારીની સંખ્યા કુલ 4,13,760 છે. જેમાં 2,21,673 પુરૂષો અને 1,91,997 મહિલાઓ છે. ત્યારે ગુજરાતમાં 4896 ભિખારી કુટુંબો ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગુજરાતમાં 13445 ભિખારીઓમાં 8549 પુરુષ તેમજ 4896 મહિલા ભિખારી છે. સરકાર દ્વારા 2001 કરવામાં આવેલી વસતિ ગણતરી સમયે ગુજરાતમાં કુલ 1,42,135 ધાર્મિક સ્થળો હતા. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધારે 1,10,079, અને સિટી એરિયામાં 32,057 ધાર્મિક સ્થળો હતા. ત્યારબાદ 2011માં કરવામાં આવેલી વસતી ગણતરી દરમિયાન ધાર્મિક સ્થળોમાં 39719ના વધારા સાથે આંકડો 1,81,854એ પહોંચી ગયો હતો. હાલ 2020 સુધીમાં રાજ્યમાં નાના-મોટા થઇને 2 લાખ 30 હજારથી વધારે ધાર્મિક સ્થળો આવેલા છે. જેમા સોમનાથ, દ્વારકા, ગીરનાર, પાલીતાણાં, અંબાજી, ડાકોર, પાવાગઢ અને શામળાજી સહિત કુલ 358 જેટલા હિંન્દુ ધાર્મિક સ્થળો છે. ગુજરાતમાં દર વર્ષે ધાર્મિક સ્થળોમાં વધારો થતો રહે છે. રાજ્યમાં શાળા અને કોલેજની જગ્યાએ ધાર્મિક સ્થળો પર ખર્ચ થઇ રહ્યો છે. ભિખારીઓની સંખ્યામાં પણ થતા સતત વધારા પાછળ આ એક કારણ પણ હોઇ શકે છે. ગુજરાતમાં વર્ષે અંદાજે 4 લાખ ધાર્મિક સ્થળો બને