રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 જાન્યુઆરી 2020 (12:38 IST)

ગાંધી આશ્રમમાં ગાંધીજીએ વસાવેલી 214 પરિવારોની વસાહત ઉખેડી ફેંકવા પ્રયાસ

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે વર્ષ ૧૯૧૭માં ખુદ ગાંધીજીએ વસાવેલા ર૧૪ અંતેવાસી પરિવારોને બેઘર કરી નાંખવાની પેરવી હાલ શરૃ થઈ છે. ગાંધી આશ્રમ ડેવલોપમેન્ટ સ્કીમ હેઠળ અહીનો વિકાસ કરવાના બહાને એક સૈકા જૂની આ ઐતિહાસિક વસાહતને તહસ-નહસ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. અલબત, ગાંધીજીના અંતેવાસી એવા અહીના રહેવાસીઓ કોઈપણ ભોગે અને કિંમતે પોતાની ઐતિહાસિક ઓળખ ગુમાવવા માગતા નાથી. તાથા આ મામલે છેલ્લે સુાધી લડી લેવાની તૈયારી દર્શાવી છે.
અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે મહાત્મા ગાંધીજીએ જ્યારે આશ્રમની સૃથાપના કરી ત્યારે તેમણે પોતાની સાથે અમુક પરિવારોને પણ અહી વસાવ્યા હતા. ગાંધી આશ્રમની સાથે જ આવેલી આ ઐતિહાસિક વસાહતમાં આજે પણ એ પરિવારો જ વસવાટ કરી રહ્યા છે. આજે આ પરિવારોને અહીથી ઉખેડી ફેંકવાનો કારસો રચાઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે ગાંધી આશ્રમ બચાઓ સમિતિએ જણાવ્યું છે કે, હાલ અહી ર૧૪ પરિવારો વસવાટ કરી રહ્યા છે. 
આ પરિવારોએ અહી દબાણ કરેલા નાથી કે કોઈના મકાનો ખરીદીને વસવાટ કર્યો નાથી. આશરે ત્રણેક એકર જેટલી જમીનમાં પાથરાયેલી ગાંધીજીના અંતેવાસીઓની આ વસાહત હાલ ડેવલોપમેન્ટ સ્કીમના બહાના તળે ખાલી કરાવવા પ્રયાસો થઈ રહ્યા છે. એક તરફ ગાંધી આશ્રમના વિકાસની વાતો થઈ રહી છે, બીજી તરફ આ ઐતિહાસિક સંભારણાને દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ કેવો ગાંધીવાદ? તેવો સવાલ પણ સમિતિએ ઉઠાવ્યો છે.
ગાંધી આશ્રમનો વિકાસ કરવો જ હોય તો ગાંધી સ્મારક સંગ્રહાલયાથી ડાબી તરફ આશ્રય હોટલ સુાધી અને જમણી તરફ ચંદ્રભાગા પુલ સુાધીની જગ્યા છે. તેનાથી મુળ આશ્રમવાસીઓને કોઈ નુકશાની પહોંચે તેમ નાથી. મહાત્મા ગાંધીજીના સમયેાથી સૃથપાયેલું મુળ ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ છે. ત્યાર બાદ ગાંધી સ્મારક સંગ્રહાલય, ખાદી ગ્રામ ઉદ્યોગ વગેરે વિવિાધ ટ્રસ્ટો અસ્તિત્વમાં આવ્યા છે. 
પરંતુ આશ્રમ સાથે કંઈ લેવાદેવા નાથી તેવી અમુક સંસૃથાઓ અને કહેવાતા આગેવાનો આ રહેંણાક વિસ્તાર ખાલી કરાવવા સહમતી આપી રહ્યા છે! હકીકતે ગાંધીજી દ્વારા વસાવવામાં આવેલા ર૧૪માંથી એક પણ પરિવાર પોતાની જગ્યા છોડવા તૈયાર નાથી. ગાંધી આશ્રમનો સાચો વિકાસ કરવો હોય તો અહી રહેતા પાંચ-સાત પ્રતિનિિધઓને પણ સમિતિમાં સામેલ કરીને બાપુના સંભારણા જળવાઈ રહે તેવા આયોજનો થવા જોઈએ. છતાં તંત્ર કે સરકાર દ્વારા વસાહત ખાલી કરાવવા બળજબરી કરવામાં આવશે તો ગાંધીચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે, તેવી ચિમકી પણ સમિતિએ આપી છે.
મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતીની ઉજવણીના ઉપલક્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે આશ્રમના વિકાસ માટે રૃ.૧૦ કરોડની રકમ ફાળવી હતી. આ રકમમાંથી ગાંધી આશ્રમનો જ ભાગ ગણાતી ત્રણ એકરમાં ફેલાયેલી વસાહતમાં એક પણ રૃપિયાનું કામ કરવામાં આવ્યું નાથી. બાપુના અંતેવાસીઓ સાથે આવો અન્યાય શા માટે? તેવો પ્રશ્ન પણ સમિતીએ ઉઠાવ્યો છે.
ગાંધી આશ્રમ બચાઓ સમિતિએ એક ચોંકાવનારી બાબત પર પ્રકાશ પાડતા જણાવ્યું છે કે, એક સમયે ગાંધી આશ્રમ ૧૦૪ એકર જગ્યામાં પ્રસરેલો હતો. વાડજાથી લઈને રાણીપ સુાધીની જગ્યા ઓન રેકર્ડ ગાંધી આશ્રમના નામે બોલતી હતી. વર્ષ ૧૯૮૦-૮પ સુાધી આ જગ્યા યાથાવત હતી. ધીમે ધીમે જગ્યાઓ વેચાતી ગઈ અને આજે ફક્ત ૬ એકર જમીન ગાંધી આશ્રમ પાસે બચી છે. જેમાં ૩ એકરમાં ગાંધી સ્મારક સંગ્રહાલય છે અને ૩ એકરમાં ગાંધીજીએ વસાવેલા અંતેવાસીઓ વસવાટ કરી રહ્યા છે.
ગાંધી આશ્રમના મુળભુત ટ્રસ્ટ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશ પટેલે આ અંગે જણાવ્યું છે કે, ગાંધીજીના નામે કંઈ જ ખોટુ ન થઈ શકે, કોઈને દુઃખી કરવાના ન હોય, કોઈ વિવાદ વગર સંવાદાથી જ બધુ કામ થશે. ખોટા અનુમાનો અને ધારણાઓની ગેરસમજ ઉભી થઈ છે, પણ સરકાર કોઈને ભગાડવા માગતી નાથી. બાધાનો વિશ્વાસ કેળવીને જ આગળની કામગીરી સરકાર કરશે. રાષ્ટ્રીય સ્મારક સાથે જોડાયેલી આ આખી બાબત છે. લોકોને સાથે રાખી પારદર્શક રીતે જ કોઈપણ નિર્ણય લેવાશે. છતાં વસાહતીઓને અન્યાયની લાગણી થશે તો તેમની સાથે સૌથી પહેલા હું ઉભો રહીશ. વસાહતીઓ વતી અમે પણ સરકારને ભલામણો કરી છે.