બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. રાજકોટ ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 જાન્યુઆરી 2020 (15:07 IST)

રાજકોટમાં વેરો નહીં ભર્યો હોય તેવી મીલકતોને આજથી સીલ મારવાની ઝૂંબેશ હાથ ધરાશે

રાજકોટ મહાપાલિકાનાં વેરા વિભાગ દ્વારા જે મિલકત ધારકોએ વેરો ન ભર્યો હોય તેવા કોમર્શિયલ અને રહેણાંક મિલકતોને સીલ કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવશે.  મહાપાલિકાના વેરા વિભાગ દ્વારા ગત શુક્રવારનાં રોજ  વેરો ન ભરી હોય તેવી 225 મિલકતો સીલ કરીને 1.75 કરોડનો વેરો વસુલ કરવામાં આવ્યો હતો. જે મિલકત ધારકોએ વેરો નથી ભર્યો તેવા મિલકત ધારકો પર તવાઈ બોલાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે અલગ અલગ વિભાગ માંથી છટણી કરી 400 જેટલા કર્મચારીઓનો સ્ટાફ વેરા વિભાગ માટે ફાળવ્યો છે.  
મહાનગર પાલિકાનાં વેરા વિભાગના આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધી રાજકોટ શહેરની 458000 તો પૈકી આ જ દિવસ સુધીમાં 254000 મિલકત ધારકોએ પોતાનો મિલકત વેરો ભર્યો છે. જેના કારણે મહાનગરપાલિકાને વેરા પેટે 154 કરોડની આવક થવા પામી છે પરંતુ મહાનગરપાલિકાએ ચાલુ વર્ષે 260 કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે ત્યારે મહાનગરપાલિકાના લક્ષ્યાંકમાં હજુ 106 કરોડનું છેટુ છે. 
ત્યારે આજથી મહાનગરપાલિકા ઔદ્યોગિક એકમોમાં આવેલી મિલકતો સીલ કરશે કે જેનું એક લાખ રૂપિયા કરતાં વધારેનો વેરો બાકી હોય. મહાનગરપાલિકાએ આ માટે આ તમામ મિલકતોને નોટિસની બજવણી પણ કરી છે. ત્યારે આજથી એક લાખથી વધુ વેરો બાકી હોય તેવી ચાર હજારથી પણ વધુ મિલકતો સીલ કરવાની ઝુંબેશ હાથ ધરાશે. 
મહાનગર પાલિકાનાં વેરા વિભાગના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષે જે પણ મિલકત ધારકોએ વેરો ન ભર્યો હોય અને જેમની મિલકત સીલ કરવામાં આવી હોય તેવી તમામ મિલકતોની આગામી દિવસોમાં જાહેર હરાજી કરવામાં આવશે. તેમજ આ વખતે પણ ગત વખતની જેમ જે પણ મિલકત ધારકો પોતાની મિલકતનો વેરો નહીં ભરે તેમની મિલકતો મહાનગરપાલિકાના નિયમ મુજબ સીલ કરવામાં આવશે તેમજ આગામી દિવસોમાં નિયમ પ્રમાણે તેની પણ હરાજી કરવામાં આવશે.