બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 જાન્યુઆરી 2020 (12:01 IST)

અમદાવાદ એરપોર્ટ પર દુબઈના બે મુસાફરો પાસેથી 92 લાખનું સોનું ઝડપાયું

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દુબઈથી આવેલા બે મુસાફરો પાસેથી કસ્ટમ વિભાગે 92 લાખની કિંમતનું 2 કિલો સોનું ઝડપી પાડ્યું હતું. એક પેસેન્જરે બેગની અંદર લોખંડના બદલે ગોલ્ડનું પતરું બનાવી સોનું લાવ્યો હતો. એક પેસેન્જરે બેગની અંદર લોખંડના બદલે ગોલ્ડનું પતરું બનાવી તેના પર કવર ચઢાવી છુપાવી દીધું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર ઈન્ટેલિજન્સ યુનિટે અબુધાબીથી અમદાવાદ આવતી સ્પાઇસ જેટ અને ઇન્ડિગોની ફ્લાઈટમાં આવેલાં પેસેન્જરો પાસેથી અંદાજે રૂ.45.85 લાખનું 1.200 કિલોગ્રામ સોનું પકડી પાડી તેની ધરપકડ કરી છે. જેમાં એક પેસેન્જરે ગોલ્ડ બાર પોતાના જેકેટના ખીસ્સામાં સંતાડેલા જ્યારે બીજા પેસેન્જરે ગોલ્ડ ચેન બનાવીને લાવ્યા હતા. જ્યારે દુબઇથી ઇન્ડિગોની ફલાઇટમાં આવેલા એક પેસેન્જરએ પોતાની બેગની અંદર ગોલ્ડનું પતરું બનાવી તેના પર કવર ચડાવી દીધું હતું. આજ ફલાઇટમાંથી બીજા એક પેસેન્જર પાસેથી પણ ગોલ્ડની ચેન અને કડુ મળી આવ્યું હતું. અંદાજે રૂ. 45 લાખનું 1.100 કિલોગ્રામ સોનું પકડી પાડ્યું હતું. સોનાના હાલના તોલાદીઠ 41.750ના ભાવ પ્રમાણે આ સોનાની કિંમત રૂ. 91.85 લાખ થાય છે. આ પેસેન્જરો ઇન્ડિગો અને સ્પાઇસ જેટની ફ્‌લાઇટમાં અબુધાબી અને દુબઇથી બેસીને અમદાવાદ આવ્યા હતા. આ લોકોએ પોતાની પાસેના ગોલ્ડનું ડિક્લેરેશન નહીં કરીને 2.200 કિલો સોનું ડ્યૂટી ભર્યા વગર બહાર લઇ જવા પ્રયાસ કર્યો હતો. થોડા સમય પહેલાં અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ટેલિજન્સ યુનિટે બેંગકોકથી સ્પાઈસ જેટની ફ્‌લાઈટમાં આવેલા રોબિન નામનાં એક પેસેન્જર પાસેથી દાણચોરીના અંદાજે 1.17 કરોડના 3 કિલો ગોલ્ડ સાથે પકડી લીધો હતો. વર્ષ દરમિયાન કસ્ટમ વિભાગે 65 કિલો સોનું ઝડપી પાડ્યું છે.