શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 માર્ચ 2021 (18:22 IST)

Gujarat Palika Panchayat Result 2021 : BJP ની રેકોર્ડ જીત, 2085 સીટો પર કર્યો કબજો, શરમજનક પ્રદર્શનથી ધાનાણી-ચાવડાનું રાજીનામું

ગુજરાતના 6 જીલ્લાના લોકલ બોડી ઈલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત પછી હવે લોકોની નજર નગર નિગમ ચૂંટણી પર છે. ગયા રવિવારે પ્રદેશના 81 નગર નિગમ, 31 જીલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત માટે ચૂંટણી કરવામાં આવી હતી. મંગળવારે આ ચૂંટણીની મતગણતરી કરવામાં આવી રહી છે. બીજેપીએ 31માંથી 18 જીલ્લા પંચાયત પર કબજો જમાવી લીધો છે. વિવિધ નગર પાલિકાઓ જીલ્લા અને બતાલુકા પંચાયતોમાં થયેલ ચૂંટણીમાં 2,085 સીટો જીતીને બીજેપી બઢત બનાવી ચુકી છે. જ્યારે કે કોંગ્રેસે અત્યાર સુધી 602 સીટ જીતી છે. આ દરમિયાન શરમજનક પ્રદર્શનથી અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રમુખ પદેથી જ્યારે પરેશ ધાનાણીએ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું છે. જેનો હાઇકમાન્ડે સ્વીકાર કરી લીધો છે. આ મહિનાના અંત સુધીમાં નવા પ્રમુખ અને વિપક્ષના નેતાની જાહેરાત થશે. જ્યાં સુધી કોંગ્રેસ નવા પ્રમુખનું નામ જાહેર ન કરે ત્યાં સુધી કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સંગઠનની જવાબદારી સંભાળી શકે છે.
 
 
ભાજપમાં વિજય ઉત્સવની ઉજવણીઓ ચાલી રહી છે. ત્યારે પાટીદારોના ગઢ ગણતા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીઓએ એન્ટ્રી મારી દીધી છે. ભાજપે પણ તમામ જિલ્લા પંચાયતની બેઠકો જીત કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. પોરબંદરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયા પણ તાલુકા પંચાયત બેઠક પર હારી ગયાં છે. ઉત્તરગુજરાતમાં ધારાસભ્ય અશ્વિન કોટવાળના પુત્રનો પણ કારમો પરાજય થયો છે. તેમજ દ્વારકા જિલ્લા પંચાયતમાં કોંગી નેતા વિક્રમ માડમના પુત્રની પણ હાર થઈ છે. આમ કોંગ્રેસના નેતાઓના સગા સબંધીઓ અને ચાલુ ધારાસભ્યોનો પરાજય થયો છે.