શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 એપ્રિલ 2018 (12:14 IST)

હવે અમદાવાદ પોલીસને ટ્વિટરથી પોતાની ફરિયાદ મોકલો

અમદાવાદ પોલીસમાં મોબાઇલથી એક ટ્વીટ કરીને પણ ફરિયાદ કરી શકશો. અમદાવાદ પોલીસના ટ્વિટર હેન્ડલ @CPAhmedabad ને મેન્શન કરીને ટ્વીટ કરવાથી અમદાવાદ પોલીસ ન માત્ર તમારી ફરિયાદ લેશે પણ તમારી ફરિયાદને અનુસંધાને લીધેલાં પગલાંની લાઇવ અપડેટ પણ આપશે.આ પદ્ધતિને કાર્યરત કરવાના ભાગરૂપે અમદાવાદ પોલીસે મંગળવારે બપોર પછી 4થી 5 વાગ્યા દરમિયાન પોલીસ કન્ટ્રોલરૂમ 100 નંબર પર મળેલી ફરિયાદની ટ્વીટર પર લાઇવ અપડેટ આપી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે આ પગલાથી પારદર્શિતા આવશે અને લોકો સાથે ઇન્ટરેક્શન કરવામાં આસાની રહેશે. મંગળવારે 4થી 5 વાગ્યા દરમિયાન પોલીસ કન્ટ્રોલ રૂમને 27 ફોન કોલ્સ મળ્યા હતા.

એક અઠવાડિયા સુધી આ એક્સરસાઇઝ કરવામાં આવશે જ્યાં ટ્વીટર દ્વારા પોલીસ ફરિયાદ સ્વીકારવામાં આવશે અને અમુક કલાકો માટે તે ફરિયાદ પર એક્શન લેવામાં આવશે.  ટ્રાફિક જામ, અપમાન, રોડ એક્સિડન્ટ, ગેરકાયદે પાર્કિંગ, સતામણી, પથ્થરમારો, નશાની હાલતમાં લડાઇ, ઝઘડાની વગેરે ફરિયાદો મળી હતી. દારૂ પીધા પછી થયેલ ઝઘડાની 4 ફરિયાદ મળી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ચોરી કરવાનો પ્રયાસ કરતો શખ્સ ખરેખર ચોરી કરવા નહોતો માગતો અને સ્પષ્ટતા કરી કે તેને ખબર નહતી કે તે બેગમાં પૈસા પડ્યા છે અને એનો હાથ ભૂલથી જ એ બેગને અડી ગયો હતો. બાદમાં માફી માંગી અને પોલીસે તેને છોડી દીધો હતો. માત્ર 6 મિનિટના સમયગાળામાં જ પોલીસે આ કેસ સોલ્વ કરી દીધો હતો.