બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 મે 2018 (12:50 IST)

મોબાઈલ દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં ગુજરાત અન્ય રાજ્યોથી આગળ

હવે કમ્પ્યૂટર નહીં પરંત સ્માર્ટફોનના માધ્યમથી સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે. સોશિયલ મીડિયા પર વિવિધ સર્વે હાથ ધરતી દેશની એક એજન્સીએ બહાર પાડેલા સર્વેમાં તારણ આવ્યું છે કે સોશિયલ મીડિયાના ઉપયોગમાં અમદાવાદીઓ દેશના અન્ય શહેરોના લોકોથી આગળ છે. અમદાવાદમાં ફોનનો ઉપયોગ કરતા લોકો પૈકી ૬૦ ટકા લોકો કોઈને કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે. આ દરમાં અમદાવાદ સૌથી આગળ છે જ્યારે મુંબઈમાં ફોનનો ઉપયોગ કરતા કુલ લોકો પૈકી ૫૫.૨ ટકા લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે.

આશ્ચર્ય ની વાત એ છે કે વડોદરા, સુરત અને રાજકોટ પણ ૫૬ ટકા આસપાસનો દર ધરાવે છે. આ એજન્સીનો સર્વે જણાવે છે કે અમદાવાદમાં ૮,૩૨,૦૦૦ સોશિયલ મીડિયા યુઝર એવા છે જે મોબાઈલ દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આ વર્ગમાં ૨૫ વર્ષથી નીચેન વયના લોકોનું પ્રમાણ વધુ છે. ગુજરાતના ચારેય મુખ્ય શહેર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભારતના અન્ય મોટા શહેરોમાં હાથ ધરાયેલા સર્વે મુજબ મોબાઈલ દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં ગુજરાત અન્ય રાજ્યોથી આગળ છે. ફોન દ્વારા સોશિયલ મીડિયામાં વધુ લોકોની હાજરીના પ્રમાણ માટે આ સર્વેમાં એવું તારણ આપવામાં આવે છે કે વધુ ખરીદશક્તિના કારણે અહીં સ્માર્ટફોનનું વેચાણ સારાં એવા પ્રમાણમાં થાય છે. તેથી સ્માર્ટફોન ધરાવતા લગભગ દરેક વયજૂથના લોકો સોશિયલ મીડિયાના સંપર્કમાં આવે છે.