1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Hanuman Jayan Celebration at Salangpur Temple

સાળંગપુર ધામમાં હનુમાન જયંતિની ભવ્યતા: 1 લાખ બલૂન ડ્રોપિંગ સાથે ‘કિંગ ઓફ સાળંગપુર’નો જન્મોત્સવ ઉજવાયો

sarangpur
sarangpur
સાળંગપુરના પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ ભક્તિ અને ભવ્યતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. મંદિર પરિસરમાં આયોજિત વિશેષ લાઈટ એન્ડ સાઉન્ડ શોએ વાતાવરણને મંત્રમુગ્ધ કરી દીધું હતું. ખાસ કરીને 54 ફૂટ ઊંચી "કિંગ ઓફ સાળંગપુર" પ્રતિમા પાસે રંગબેરંગી રોશની અને સંગીતના તાલે ભક્તોમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો. આ કાર્યક્રમ બાદ થયેલી આકર્ષક આતશબાજીથી આખું આકાશ ઝગમગી ઉઠ્યું હતું, જેને નિહાળવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
 

સંતોની ઉપસ્થિતિમાં દિવ્ય મહા આરતી
 

આ પવિત્ર અવસરે હનુમાનજીની વિશાળ પ્રતિમા સમક્ષ ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડતાલના લાલજી મહારાજ સહિત અનેક સાધુ-સંતો અને હજારો હરિભક્તોએ સહભાગી થઈને ધન્યતા અનુભવી હતી. આરતી દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને સમગ્ર પરિસરમાં આધ્યાત્મિક ઉર્જા વ્યાપી ગઈ હતી. ભક્તોએ એકસાથે આરતીના ગાન સાથે આ દિવ્ય પળનો સાક્ષી બનીને ઉજવણીને યાદગાર બનાવી હતી.
 

એક લાખ બલૂન ડ્રોપિંગથી અનોખો પ્રારંભ
 


હનુમાન જયંતિના મુખ્ય દિવસે પણ મંદિરે વિશેષ કાર્યક્રમોની હારમાળા યોજાઈ છે. સવારે 9 વાગ્યે 1 લાખ બલૂન ડ્રોપિંગના અનોખા પ્રયોગ સાથે ઉત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવશે. આ બલૂન ડ્રોપિંગનો નજારો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સાથે જ મંદિરના પ્રાંગણમાં સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વહેલી સવારથી જ કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે.
 

મહા અન્નકૂટ અને પ્રસાદનું આયોજન
 

ઉત્સવના ભાગરૂપે મંદિરમાં ભગવાનને વિવિધ વાનગીઓનો મહા અન્નકૂટ ધરાવવામાં આવશે. આ ધાર્મિક આયોજનમાં હજારો ભક્તો ભગવાનના દર્શન કરવાની સાથે પ્રસાદનો લાભ પણ લેશે. 1 અને 2 એપ્રિલ એમ બે દિવસીય આ મહોત્સવમાં ભક્તોની સુવિધા અને વ્યવસ્થા માટે મંદિર પ્રશાસન દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે, જેથી તમામ શ્રદ્ધાળુઓ શાંતિપૂર્વક દર્શન અને ભક્તિનો આનંદ માણી શકે.
ये भी पढ़ें
ઓરેકલમાં હાહાકાર - રાતોરાત ખતમ થઈ 12000 કર્મચારીઓની JOB, શુ 'AI' ખાઈ રહ્યુ છે તમારી નોકરી