1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gopi Knitting factory fire

સુરતના સચિન GIDC માં લાગી આગ, મોટી જાનહાનિ ટળી

sachine GIDC Fire
sachine GIDC Fire
સુરતના સચિન GIDC વિસ્તારમાં આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે. રોડ નંબર 12 પર આવેલી ગોપી નીટિંગ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને તેઓ જીવ બચાવવા માટે તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા.
 
ઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગ વધુ પ્રસરીને આસપાસના અન્ય ઔદ્યોગિક એકમોને લપેટમાં ન લે તે માટે સાવચેતીના ભાગરૂપે નજીકની ફેક્ટરીઓને પણ એલર્ટ કરી દેવામાં આવી છે અને જરૂરી સલામતીના પગલાં લેવામાં આવ્યા છે.
 
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે, ફેક્ટરીમાંથી તમામ કામદારો સમયસર સુરક્ષિત બહાર નીકળી જવામાં સફળ રહ્યા હોવાથી મોટી જાનહાનિ ટળી છે. જોકે, આગને કારણે મશીનરી અને કાચા માલ સહિત લાખો રૂપિયાની મિલકત બળીને ખાખ થઈ ગઈ હોવાની આશંકા છે. હાલમાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે હાજર રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે
 
ये भी पढ़ें
વહુએ સસરાના પ્રાઈવેટ પાર્ટ પર કર્યો હુમલો, લોહીની ઉલ્ટીઓ કર્યા બાદ થયુ મોત