સંબંધિત સમાચાર
- ભ્રષ્ટાચાર મુદ્દે લાલઘૂમ થયેલા સીએમ રુપાણીની કલેકટર અને ડીડીઓને ચીમકી
- અહીં ગુણોત્સવની જરૂર નથી - સોનારી શાળાના શિક્ષકોએ બાળકોને બાળ મજૂરી કરતા અટકાવી સ્કૂલે આવતા કર્યા
- હનુમાન ચાલીસા સાથે તોગડિયાના ઉ૫વાસનો બીજો દિવસ શરૂ : જૂનાગઢ, ખેડા, મહેસાણાના સમર્થકો આવ્યા
- સુરત રેપ વિથ મર્ડર કેસ અંગે કિન્નરોએ દેખાવો કર્યાં, મહિલા આયોગે રિપોર્ટ માંગ્યો
- સુરતની દુષ્કર્મ પીડિત બાળકીની તસવીરો મૂકવામાં આવી 25,000 સાડીઓ સાથે જાણો શું છે કારણ
ગુજરાતમાં 3 દિવસ હીટવેવની આગાહી, 15 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
રાજ્યભરમાં વાયવ્ય દિશાથી ઉત્તર દિશા તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે. બુધવારે સૌરાષ્ટ્રમાં હિટવેવની સ્થિતિ સર્જાઈ હતી. 15 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો. હવામાન વિભાગે ગુરુવાર અને શુક્રવારે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હિટવેવની આગાહી કરી છે.બુધવારે કચ્છનું કંડલા એરપોર્ટ 42.9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ સ્થળ રહ્યું. 42.3 ડિગ્રી તાપમાન સાથે કંડલા પોર્ટ બીજા ક્રમે સૌથી ગરમ રહ્યું. બુધવારે અમદાવાદીઓએ પણ સૂરજના આકરા તાપનો સામનો કર્યો. અમદાવાદનું તાપમાન 41 ડિગ્રી નોંધાયું જે સામાન્ય તાપમાનથી 1.2 ડિગ્રી વધારે હતું. શહેરનું લઘુત્તમ તાપમાન 25.1 ડિગ્રી રહ્યું જે સામાન્ય કરતાં 1.1 ડિગ્રી વધારે હતું. શહેરમાં ભેજનું પ્રમાણ 39%-17% રહ્યું હતું.હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુરુવારે પણ શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચશે. આગામી બે-ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ ઘટાડો થશે નહીં. આખો દિવસ શહેરમાં વાતા સૂકા અને ગરમ પવનોને કારણે લોકો બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
