1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Heavy rain forecast for next three days

આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી

rain in gujarat
હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે રાજ્યના મોટા ભાગનાં સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. એક લો પ્રેશર  સૌરાષ્ટ્રની દક્ષિણે અરબસાગરમાં ડેવલપ થયુ છે. આ સિસ્ટમની અત્યારથી આજે અને રાત્રે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શકયતા છે.
 
ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે જેના પગલે અતિભારે વરસાદ (Heavy rain) પડી શકે છે. તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.
 
આ બંને સિસ્ટમના કારણે આજે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કચ્છ, દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, અરવલ્લી, રાજકોટ, જામનગર, દ્વારકા, સુરત, તાપી, નવસારી, ડાંગ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડમાં પણ વરસાદની આગાહી કરાઈ છે, જેના પગલે આજે શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.