સંબંધિત સમાચાર
- યોગેશ પટેલના નિધનથી ખાલી પડેલી માંજલપુર બેઠક પર પેટાચૂંટણી જાહેર, 3 ઓગસ્ટે આવશે પરિણામ
- જૂનાગઢ: વરસાદી માહોલ વચ્ચે ગિરનાર પર અદભુત નજારો, ભારે પવનને કારણે રોપ-વે સેવા બંધ
- ગુજરાત પર મેઘરાજા મહેરબાન: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આશંકા, જાણો તમારા શહેરની સ્થિતિ
- વલસાડ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર એક કન્ટેનર ટ્રકમાં આગ લાગી.
- Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પારંપારિક રિવાજો વગર ફક્ત રજિસ્ટ્રેશનથી માન્ય નહી રહે હિન્દુ વિવાહ
ગુજરાતમાં મેઘતાંડવની આશંકા: આગામી 5 દિવસ ભારે, 8 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર
heavy rainfall forecast Gujarat
ગુજરાતમાં ચોમાસું અત્યંત આક્રમક મોડમાં આવી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના આકાશમાં એકસાથે ૫ શક્તિશાળી વેધર સિસ્ટમ (ઓફશોર ટ્રફ, શીયર ઝોન, સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થઈ છે. જેના કારણે 8 જુલાઈ સુધી આભ ફાટવા જેવો ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આશંકા છે.
5 અને 6 જુલાઈએ વરસાદનું જોર ચરમસીમાએ
આ તમામ સિસ્ટમો ભેગી થવાને કારણે આગામી દિવસોમાં રાજ્યભરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને 5 અને 6 જુલાઈના રોજ વરસાદનું જોર તેની ચરમસીમાએ પહોંચશે. આ બે દિવસો દરમિયાન મુશળધાર વરસાદને પગલે ભારે તાંડવ જોવા મળી શકે છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં 'રેડ એલર્ટ'
કુદરતી આફતની ગંભીરતાને જોતાં હવામાન વિભાગે 8 જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વાવાઝોડા જેવા પવન સાથે અત્યંત ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.
માછીમારોને ચેતવણી અને અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ-યલો એલર્ટ
તટીય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાવાની આશંકાને પગલે માછીમારોને આગામી ૫ દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે. આ ઉપરાંત રાજકોટ, અમરેલી, વડોદરા, તાપી અને ડાંગમાં 'ઓરેન્જ એલર્ટ' જ્યારે આણંદ, પંચમહાલ, જામનગર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં 'યલો એલર્ટ' જાહેર કરાયું છે.
અમદાવાદમાં સામાન્ય વરસાદ અને વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર
અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. આ સંભવિત મહાસંકટ અને પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને તમામ વહીવટી તંત્રને અત્યારથી જ 'હાઈ એલર્ટ' પર મૂકી દેવામાં આવ્યું છે.
