રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 15 ઑક્ટોબર 2022 (13:09 IST)

વડોદરામાં વિધર્મી વિદ્યાર્થીએ ચોથા નોરતાની રાત્રે વિદ્યાર્થિનીની છેડતી કરી, બંને સાથે ગરબા રમવા જતા હતા

religious student molested
વડોદરાના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં રહેતી અને એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી સગીરા સાથે વિધર્મી સગીર પણ શાળામાં અભ્યાસ કરે છે. બંને સાથે અભ્યાસ કરતા હોવાથી બંને એકબીજાને ઓળખતા હતા. વિધર્મી યુવાન મિત્રતાને પ્રેમમાં ફેરવવા માંગતો હતો. નવરાત્રિ દરમિયાન સગીરા ગરબા રમવા માટે જતી હતી, ત્યારે તેની સાથે વિધર્મી સગીર પણ જતો હતો અને નવરાત્રિના ચોથા નોરતાની રાત્રે વિધર્મીએ ગરબા રમ્યા બાદ સગીરા સાથે છેડતી કરી હતી. યુવતી સગીર હોવાથી માતા પિતાને જાણ થશે તો બદનામી થશે અને ગરબા પણ રમવા માટે મોકલશે નહીં. તેવા ડરથી તેને પરિવારને જાણ કરી ન હતી.

દરમિયાન સમગ્ર મામલે સગીરાએ છાણી પોલીસ મથકમાં વિધર્મી સગીર યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.છાણી વિસ્તારમાં આ બનેલા લવ જેહાદના કિસ્સામાં વિદ્યાર્થિની અને વિધર્મી વિદ્યાર્થી સગીર છે. બંને સગીર અને સગીરા આ વિસ્તારની શાળામાં સાથે ભણતા છે. જેથી બંને વચ્ચે સમાન્ય મિત્રતા હતી. જોકે, સગીરે મિત્રતાને કંઈક અલગ સમજીને સગીરા સાથે ઇરાદાપૂર્વકનું કાર્ય કર્યું હતું. જોકે, છેડતીનો ભોગ બનનાર સગીરા આદિવાસી હોવાથી સ્થાનિક પોલીસ આ કેસની તપાસ SC-ST સેલને સોંપવામાં આવી છે.છેલ્લા ઘણા સમયથી લવ જેહાદના કિસ્સા સામે આવી રહ્યા છે. કેટલાક કિસ્સામાં વિધર્મી યુવકો દ્વારા યુવતીઓને પ્રેમ-જાળમાં ફસાવી પટાવી ફોસલાવીને અપહરણ કરી ભગાડી જાય છે, ત્યાર બાદ તેનું શારીરિક શોષણ કરવામાં આવતું હોવાના ચોંકાવનારા બનાવ બની ચૂક્યા છે. તો કેટલીક એવી ઘટના પણ સામે આવી છે. જેમાં વિધર્મી યુવકો હિન્દુ યુવતી સાથે મિત્રતા કર્યા બાદ તેની પ્રેમજાળમાં ફસાવી દેતા હોય છે, ત્યારબાદ વિધર્મી યુવકો યુવતીને તેમના રીતી રિવાજ મુજબ રહેવા માટે તથા તેમના ધર્મને સ્વીકારવા દબાણ પણ કરતા હોય છે. ત્યારે વધુ એક લવજેહાદનો કિસ્સો પોલીસ મથકમાં આવતા આ બનાવે ચકચાર જગાવી મૂકી છે.