સંબંધિત સમાચાર
- Lafa Saag- ઠંડીમાં શરીર માટે રામબાણ છે આ શાકભાજી
- Cash For Query: મહુઆ મોઈત્રાની સંસદ સભ્યતા ખતમ, લોકસભાએ પાસ કર્યો પ્રસ્તાવ
- ગુજરાત:ભારે પવન, કરા સાથે વરસાદ થશે
- ગુજરાતના શિક્ષણમંત્રીનો મોટો આદેશ - વિદ્યાર્થીઓ ઈચ્છે તેવાં ગરમ કપડાં પહેરી શકશે
- અમદાવાદના ખોખરામાં ફ્લેટમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગી વિકરાળ આગ, ત્રણનો આબાદ બચાવ
હાડ થીજવતી ઠંડી પડશેઃ અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈ મોટી આગાહી કરી છે. ડિપ ડિપ્રેશન સર્જાશે જેને લઈ 12 અને 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. અંબાલાલ પટેલે કહ્યું કે, અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી
22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. અરબસાગરમાં વાવાઝોડાની હલચલ શરૂ થતાં વાતાવરણમાં પલટો આવશે. વાવાઝોડું ડિપ્રેશન સુધી પહોંચશે અને ઓમાન તરફ ફંટાઈ જવાની શક્યતા છે.
ગુજરાતમાં આ વાવાઝોડાના પગલે વાદળવાયું રહેવાની શક્યતા છે. અરબસાગરના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 14 થી 20 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. 12 ડિસેમ્બરથી ગુજરાતમાં ભારે ઠંડી પડશે.
નલિયામાં ચાલુ મોસમમાં પ્રથમવાર 9.4 ડિગ્રીએ સૌથી વધુ ઠંડી પડી રહી છે, એટલે સિઝનમાં પહેલીવાર નલિયા ઠંડુગાર બન્યુ છે. કંડલા એરપોર્ટ મથકે ન્યૂનતમ તાપમાન 13.2 ડિગ્રી રહેવાની સાથે સાથે ગાંધીધામ અને અંજાર સહિતનો વિસ્તાર રાજ્યમાં બીજા ક્રમે ઠંડોગાર બન્યો છે.
