શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ : , સોમવાર, 22 જુલાઈ 2019 (10:36 IST)

જેકલિન ફર્નાન્ડીઝ બની અમદાવાદની મહેમાન, 'હેરિટેજ સ્ટોર' જ્વેલરી શૉરૂમનો કર્યો પ્રારંભ

અગ્રણી જ્વેલરી આરબીઝેડના ઉત્પાદકનું રિટેઈલ સાહસ હરિત ઝવેરીએ અમદાવાદમાં નવો શૉ રૂમ શરૂ કરીને રિટેઈલ ક્ષેત્રે તેમની હાજરી વિસ્તારી છે. આ હેરિટેજ શૉ રૂમનુ ઉદઘાટન રવિવારના રોજ પ્રસિધ્ધ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડીઝના હસ્તે કરાયું હતું. 
શિવરંજની ચાર રસ્તા ઉપર આવેલા આ અનોખા હેરિટેજ થીમથી ડિઝાઈન કરાયેલો શોરૂમ 10,800 ચો. ફૂટથી વધુ વિસ્તારમાં પથરાયેલો છે અને તે નજીકનાં સંકુલોમાંના હાલના શૉ રૂમ કરતાં 10 ગણો મોટો છે. હરિત ઝવેરીના ડિરેકટર હરિત ઝવેરી જણાવે છે કે "દેશની સૌથી મોટી જ્વેલરી બ્રાન્ડઝના સપ્લાયર રહ્યા પછી અમે અગાઉ અમારા સ્ટોર દ્વારા રિટેઈલ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. અમારી ડિઝાઈન્સ અને કસબને ગ્રાહકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને તેને કારણે અમે રિટેઈલ ક્ષેત્રે હાજરીનુ વધુ વિસ્તરણ કરવા માટે  પ્રોત્સાહિત થયા છીએ. આ નવો શૉ રૂમ અમને ગ્રાહકોને બહેતર સર્વિસ પૂરી પાડવાની તક આપશે." 
શ્રેષ્ઠ ડાયમન્ડ અને ગોલ્ડ જ્વેલરી ઓફર કરતાં 'હરિત ઝવેરી' નાં કલેકશન્સ ભારતની પૌરાણિક કલા અને સ્થાપત્યમાંથી પ્રેરણા પામેલાં છે અને ભારતની સમૃધ્ધ સંસ્કૃતિનાં પ્રતિક સમાન છે. ચેઈન્સ, વીંટીઓ, ઈયરરીંગ્ઝ અને અન્ય જડાઉ અને જડતરનાં ઘરેણાં ધરાવતા આ શૉ રૂમના દરેક પીસમાં નવિનતા અને વિશિષ્ટતા (એક્સક્લુઝિવીટી)ની ખાત્રી મળી રહે છે અને ગ્રાહક એક જ સ્થળેથી તમામ પ્રકારનાં ઘરેણાંની ખરીદી કરી શકે છે. 
 
નવા શૉ રૂમના પ્રથમ માળે લગ્નનાં ખાસ ઘરેણાં રખાયાં છે જયાં પોતાની જવેલરીથી સ્ટાઈલ સ્ટેટમેન્ટ રજૂ કરવાની અભિલાષા ધરાવતી નવવધૂ માટેનાં ઘરેણામાં ઉત્કૃષ્ટ ડિઝાઈનની પરફેક્ટ ચોઈસ મળી રહેશે. 
હરિત ઝવેરીએ વધુમાં જણાવ્યું હતું કે "બ્રાઈડલ ફલોર એક્સપેરીયન્શ્યલ ઝોન ધરાવે છે, જે સંપૂર્ણ બ્રાઈડલ અનુભવ પૂરો પાડે છે. આ પ્રયાસ હરિત ઝવેરીને લગ્નો માટે અત્યંત આવશ્યક અને મહત્વાકાંક્ષી બ્રાન્ડ બનાવે છે." શો રૂમનો ગ્રાઉન્ડ ફલોર જેનરીક જ્વેલરી ધરાવે છે, તેમાં પણ હરિત ઝવેરી માટેનો વિશ્વાસ વ્યક્ત કરતી  અને ટ્રેન્ડ સ્થાપિત કરે તેવી અને એક્સલુઝિવ ડીઝાઈન્સ રજૂ કરાઈ છે. 
 
પેરેન્ટ કંપની આરબીઝેડ એન્ટીક ભારતીય જ્વેલરીની પ્રસિધ્ધ ઉત્પાદક છે, અને તે આ ક્ષેત્રનાં દેશના કેટલાંક અત્યંત વિશ્વાસપાત્ર એકમોને તથા અન્ય જવેલરી બ્રાન્ડઝ ઉપરાંત 250થી વધુ પ્રિમિયમ અને મોટા જ્વેલર્સને જ્વેલરી પૂરી પાડી રહી છે. 
 
આરબીઝેડને કેટલાક એવોર્ડઝ હાંસલ થયેલા છે, જેમાં જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઈન્ડીયાનો જીજેટીસીઆઈ એક્સેલન્સ એવોર્ડ (GJTCI Excellence Award), શ્રેષ્ઠ જડાઉ જ્વેલરી ઉત્પાદકનો એવોર્ડ તથા અન્ય એવોર્ડઝનો સમાવેશ થાય છે.