1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (14:18 IST)

હવે આપ આધાર કાર્ડ કે પેન કાર્ડ વગર પણ આ રીતે ખોલાવી શકશો જનધન ખાતુ, 41 કરોડથી વધુ લોકોને થઈ રહ્યો છે ફાયદો

પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY)હેઠળ અત્યાર સુધી 41 કરોડથી વધુ લોકો પાસે જનધન ખાતુ છે.  આ યોજના હેઠળ છ જાન્યુઆરી 2021 સુધી જનધન ખાતાની કુલ સંખ્યા 41.6 કરોડ થઈ ગઈ. આ માહિતી નાણાકીય મંત્રાલયે ટ્વેટ કરીને આપી. બીજી બાજુ શૂન્ય બેલેંસવાળા ખાતાની સંખ્યા માર્ચ 2015ના 58 ટકાથી ઘટીને 7.5 ટકા પર આવી ગઈ. અત્યાર સુધી 41.65 કરોડ લાભાર્થીઓએ બેંકોમાં ધનરાશિ જમા કરી છે. લાભાર્થીઓના ખાતામાં રૂ. 137,195.93 કરોડ રૂપિયાની રકમ જમા છે. 
 
જનધન ખાતુ એક, ફાયદા અનેક 
 
આમ તો જનધન ખાતાના અનેક ફાયદા છે. જેવુ કે ડિપોજીટ પર વ્યાજ સાથે ખાતા પર ફ્રી મોબાઈલ બેકિંગ સુવિદ્યા પણ આપવામાં આવે છે. જનઘનથી તમે ઓવરડ્રાફ્ટ દ્વારા તમે વધારાના 10,000 રૂપિયા સુધી પૈસા કાઢી શકો છો. બીજી બાજુ 2 લાખ રૂપિયા સુધીનો દુર્ઘટના વીમો કવર મળે છે. 30,000 રૂપિયા સુધીનુ લાઈફ કવર, જે લાભાર્થીઓના મૃત્યુપર યોગ્ય શરત પૂરી થતા મળે છે.  જનધન ખાતાધારકને રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. આ ખાતા દ્વારા વીમા, પેંશન પ્રોડક્ટ્સ ખરીદવુ સરળ છે. જનધન ખાતુ છે તો પીએમ કિસાન અને શ્રમયોગી માનઘન જેવી યોજનાઓમાં પૈશન માટે ખાતુ ખુલી જશે. બીજી બાજુ સરકારી યોજનાઓના ફાયદાના સીધા પૈસા ખાતામાં આવે છે. 
 
પૈન અને આધારનુ ખાતુ ખોલવાની રીત 
 
રિઝર્વ બેંક ઓફ ઈંડિયાની ગાઈડલાઈંસ મુજબ જો કોઈ નાગરિક પાસે પૈન, આધાર, વોટર કાર્ડ સહિત કોઈપણ ડોક્યુમેંટ નથી તો પણ તે જનધન ખાતુ ખોલી શકે છે. એકાઉંટ ખોલાવવા માટે તમારે સૌ પહેલા નિકટના બેંક બ્રાંચમાં જવુ પડશે.  બેંક અધિકારીની હાજરીમાં તમારો એક સેલ્ફ એટેસ્ટેડ એટલે પોતાની સહિવાળો ફોટોગ્રાફ આપવો પડશે.  એ ફોટા પર જેનુ ખાતુ ખોલવાનુ છે તેમના હસ્તાક્ષર કે અંગૂઠો લાગેલો હોવો જોઈએ.  ત્યારબાદ બેંક અધિકારી તેનુ એકાઉંટ ખોલી દે છે.  ત્યારબાદ ખાતુ ચાલુ રાખવા માટે ખાતુ ખોલવાની ડેટથી 12 મહિના પૂરા થતા સુધી પણ વૈલિડ ડોક્યુમેંટ બનાવીને બેંકમાં જમા કરવાના હોય છે.  જ્યારબાદ આ ખાતુ આગળ રજુ થાય છે. 
 
આ છે વેલિડ ડોક્યુમેંટ્સ 
 
વોટર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસેંસ, પાસપોર્ટ, પૈન કાર્ડ, આધાર કાર્ડ, NREGA દ્વારા ઈશ્યુ જોબ કાર્ડ, સરકારની  કોઈ અથોરિટી દ્વારા મળેલ લેટર જેમા નામ અને એડ્રેસ લખેલો હોય, સેંટ્રલ ગવર્નમેંટ દ્વારા રજુ કોઈ ડોક્યુમેંટ્સ, ગેઝેટ અધિકારી દ્વારા રજુ લેટર 
 
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં પોતાના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જનધન યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. 28 ઓગસ્ટ 2014ની આ યોજના શરૂ કરવામાં આવી અને સરકારે 2018માં વધુ સુવિદ્યાઓ અને લાભો સાથે આ યોજનાનુ બીજુ સંસ્કરણ શરૂ કર્યુ.  મોદી સરકારે યોજનાના બીજા સંસ્કરણમાં દરેક પરિવારના સ્થાન પર દરેક એ વ્યક્તિને લક્ષ્ય બનાવવાનો નિર્ણય લીધો, જે હજુ સુધી બૈકિંગ સુવિદ્યાથી વંચિત હતા. આ ઉપરાંત 28 ઓગસ્ટ 2018 પછી ખુલેલા જનધન ખાતા પર રૂપે કાર્ડના ધારકો માટે મફત દુર્ઘટના વીમો કવર બમણુ એટલે કે બે લાખ રૂપિયા કરવામાં આવ્યો.