શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 ડિસેમ્બર 2023 (13:03 IST)

ખેડા સિરપકાંડનો રેલો બિલોદરાથી વડોદરા પહોંચ્યો, પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરાયો

syrupkand
syrupkand
ગુજરાતમાં હાલમાં ચર્ચામાં રહેલા ખેડા સિરપકાંડનો રેલો બિલોદરાથી હવે વડોદરા સુધી પહોંચી ગયો છે. આ ઘટનામાં પાંચ મૃતક પૈકી ચાર મૃતકોના પોસ્ટમોર્ટમ કર્યા વિના જ અંતિમ સંસ્કાર થયા હતાં. પાંચમા નટુભાઈ સોઢાનું પોલીસે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવ્યું હતું. તેમના પીએમ રિપોર્ટમાં આ મૃત્યનું કારણ મિથાઈલ આલ્કોહોલ અને પોઈઝનિંગના કારણે થયું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે હવે નડિયાદના ત્રણ અને વડોદરાના બે સહિત પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદના બિલોદરા અને બગડુ ગામમાં પાંચ લોકોના મોત બાદ રાજ્ય સરકાર અને પોલીસતંત્ર એક્શનમાં આવી ગયું છે. શુક્રવારે મોડી સાંજે આ ઘટનાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં આરોપી તરીકે યોગેશ પારુમલ‎ સિંધી, નારાયણ ઉર્ફે કિશોર ‎સોઢા (ભાજપ પૂર્વ કોષાધ્યક્ષ), ‎ઈશ્વર સોઢા, નીતિન કોટવાણી‎ (રહે. વડોદરા) અને ભાવેશ ‎સેવકાણી (રહે. વડોદરા) વિરુદ્ધ ‎ગુનો નોંધાયા છે. પોલીસે‎ આરોપીઓ વિરુદ્ધ બેદરકારી ‎દાખવવા અને લોકોનાં મોત ‎નિપજાવવાની કલમો ઉમેરી છે.

વડોદરાનો‎ નીતિની કોટવાણી કેમિકલના‎ વેપલામાં કુખ્યાત છે. અગાઉ ‎નકલી સેનેટાઈઝર સહિતના‎ પ્રકરણોમાં તેની ધરપકડ કરાઈ ‎હતી.આ ઘટનામાં પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. જેમાં ત્રણ આરોપીઓને અગાઉથી જ રાઉન્ડઅપ કર્યા હતાં. હજી બે આરોપીઓ ફરાર છે.રાઉન્ડઅપ કરેલા ત્રણ આરોપીએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે બિલોદરા ગામમાં શંકાસ્પદ મોત થતાં અમે બાકી વધેલી બોટલો નદીના પાણીમાં ઠાલવી દીધી હતી. આ ઉપરાંત અન્ય બોટલોને પણ વીણા ગામની સીમમાં આવેલા ગોડાઉન નજીક સળગાવી દીધી હતી.પોલીસની તપાસમાં બોટલ પર લગાવેલું કાલ મેઘાસ નામનું ખોટું લેબલ હતું. જ્યારે એમાં બતાવેલા અમદાવાદના સરનામે પોલીસે તપાસ કરતાં આવી ઓફિસ ન હોવાનું ખૂલ્યું હતું. ત્યારે આ આયુર્વેદિક સિરપની બોટલો ક્યાંથી આવી એ દિશામાં પોલીસે હાલ તપાસ શરૂ કરી દીધી છે.