મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 16 નવેમ્બર 2022 (10:17 IST)

સુરતમાં મોડી રાત્રે પ્રિંટિંગ મિલમાં આગ, ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી

ગુજરાતના સુરત જિલ્લામાં એક પ્રિંટિંગ મીલમાં મંગળવારે રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. સુરત અને તાપી જિલ્લાની લગભગ તમામ ફાયરની 18 જેટલી ગાડીઓ આગને કાબુમાં મેળવવા ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કારેલીમાં મિલમાં રો મટેરિયલના ગોડાઉનના ભીષણ આગ લાગી હતી. પેપર વેસ્ટના ગોડાઉનમાં મુકેલા બંડલ આગમાં બળીને ખાખ થઇ ગયા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. સુરત અને તાપી જિલ્લાની લગભગ તમામ ફાયરની 18 જેટલી ગાડીઓ આગને કાબુમાં મેળવવા ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને 20 લાખ લીટરનો પાણીનો મારો ચલાવ્યો જિલ્લાની લગભગ તમામ ફાયરની ગાડીએ રાઉન્ડ ધ ક્લોક કામ કર્યું હતું. ભારે જહેમત બાદ 24 બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. 
 
ઘટના અંગે વિભાગીય ફાયર ઓફિસર પી.બી.ગઢવી નાઓને જણાવ્યું કે ગોડાઉનનો લોખંડનો શેડ સંપૂર્ણ ધરાશય થઈ ગયો છે મિલમાં ફાયર સેફટીતો છે પણ ગોડાઉનમાં પેપર વેસ્ટ ઓવર સ્ટોક છે. ગોડાઉનમાં અંદર સુધી જવાય એવી જગ્યા નથી જેથી અમે હાલ એક બાજુએથી જેમજેમ પેપરમાં બંડલ ઓલવાય તેમતેમ લોડર મસીનથી ખસેડી અંદર જઈ રહ્યા છે આગને સંપૂર્ણ કાબુમાં લેતા હજુ 2 દિવસ થાય તો નવાઈ નહિ તેમજ સંપૂર્ણ કુલિંગ પ્રક્રિયામાં અઠવાડિયું પણ નીકળી શકે તેમ છે એવન ક્વોલોટીનો પેપર વેસ્ટ હોવામાં કારણે  લાંબા સમયથી બળી રહ્યો છે આગ સંપૂર્ણ કાબુમાં આવ્યા બાદ જ નુક્શાનીનો અંદાજ આવે તેમ છે હજુસુધી જાનહાનિ નહિવત છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને ઓક્ટોબરમાં  સુરતના પલસાણા તાલુકાના વરેલી ગામમાં આવેલ તુલસી પાર્ક ઈંડસ્ટ્રીયલ એસ્ટેટમાં આગની ઘટના બની હતી. સાડી પેકિંગ માટેની થેલીઓ અને માસ્ક બનાવતી વિવા પેકેજીંગ મિલમાં ભીષણ આગ લાગી હતી