1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 ઑક્ટોબર 2020 (07:51 IST)

સી.આર.પાટીલની અનોખી પહેલ, હવે વ્હોટ્સએપ પર મેળવી શકશો સરકારી યોજનાઓની માહિતી

ભાજપાના ટેક્નોસેવી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અનોખી પહેલ કરી છે,જેથી રાજ્યના નાગરિકો હવે ઘેર બેઠા સરકારની વિવિધ યોજનાઓની માહિતી સરળતાથી વ્હોટ્સએપ હેલ્પડેસ્કના માધ્યમથી મેળવી શકશે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સરકારની તમામ યોજનાઓ જન-જન સુધી પહોંચે તે હેતુથી તૈયાર કરાયેલા આ 'વ્હોટ્સએપ હેલ્પડેસ્ક'નું ભાજપા પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ', ગાંધીનગર ખાતે ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું. 
 
આ 'વ્હોટ્સએપ હેલ્પડેસ્ક' થકી સરકારી યોજનાઓની માહિતી મેળવવા માટે નાગરિકોએ ૦૨૬૧-૨૩૦૦૦૦૦ નંબર પોતાના મોબાઈલમાં સેવ કરીને 'hi' મેસેજ કરવાનો રહેશે ત્યાર બાદ મેસેજ આવશે જેનો રીપ્લાય '0'(ઝીરો) લખીને મોકલવાથી  યોજનાઓનું લિસ્ટ નંબર સાથે આવશે. 
 
નાગરિકોને જે યોજના વિશે માહિતી જોઈતી હોય તે યોજનાનો નંબર લખીને મોકલશે એટલે જે તે યોજનાની સંપૂર્ણ માહિતી મેસેજ મારફત આવી જશે. આમ, નાગરિકોને સરકારી યોજનાઓ વિશેની સંપૂર્ણ માહિતી સરળ રીતે ઉપલબ્ધ થશે.