મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 નવેમ્બર 2019 (17:25 IST)

ગુજરાત બાદ હવે એમપીમાં ખુલશે કોંગ્રેસ સેવાદળ એકેડમી

આરએસએસના આધાર પર અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળ ભોપાલમાં ટ્રેનિંગ એકેડમી ખોલવા જઇ રહ્યું છે. તેના માટે પ્રદેશ એકમે સરકારને પ્રસ્તાવ પણ મોકલ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં જ કોંગ્રેસ સેવાદળની એક એકેડમી છે, જે ખૂબ જૂની છે. આ ઉપરાંત સેવાદળની દેશમાં બીજે ક્યાંય એકેડમી નથી. જો તેના પર સહમતિ બની જાય છે તો ગુજરાત બાદ આ ભોપાલમાં બીજી એકેડમી હશે. 
 
સમાચાર છે કે એકેડમી માટે ભોપાલમાં રાજાભોજ એરપોર્ટ પાસે, નાથૂ બરખેડા અને અવધપુરી પાસે જમીન નક્કી કરવામાં આવી છે. આ એકેડમી ના ફક્ત સેવાદળ, પરંતુ કોંગ્રેસ તથા તેના આનુષાંગિક સંગઠનોને પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 100 ટ્રેનીઓને એક સાથે ટ્રેનિંગ આપવામાં આવશે. સેવાદળના પ્રદેશ કાર્યકર્તાઓને જ નહી કોંગ્રેસના અન્ય આનુષાંગિક સંગઠનોના નેતાઓ તથા કાર્યકર્તાઓને પણ ટ્રેનિંગ આપવામાં આવશે. તો બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તાને પણ સમયાંતરે એકેડમીમાં ટ્રેનિંગ આપવામાં આવશે. વિશેષજ્ઞોને પણ આ ટ્રેનિંગમાં આમંત્રિત કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે એકેડમીમાં બીજા રાજ્યોના કોંગ્રેસજનોની ટ્રેનિંગ પણ કરાવવામાં આવશે. 
 
સૂત્રોનું માનીએ તો મધ્યપ્રદેશ કોંગ્રેસ સેવાદળ રાજ્ય સરકાર પાસેથી જમીન ફાળવણી કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જેથી આગામી પાંચ ડિસેમ્બરના રોજ ભોપાલમાં થનાર કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય કેમ્પેન આયોજિત કરી શકે છે, તેને સ્થાનિક ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ગુટબાજી અને આંતરિક વિવાદનો શિકાર કોંગ્રેસ તેના માધ્યમથી પોતાની જમીન મજબૂત કરવા માંગે છે. જોકે કોંગ્રેસ આ સપનું પુરું થાય છે કે નહી એ તો આવનાર સમય બતાવશે.