ગુરુવાર, 7 ઑગસ્ટ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 સપ્ટેમ્બર 2023 (15:12 IST)

Ahmedabad - દાગીના અને હીરા સહિત કરોડોની લૂંટ

Loot worth crores including jewelery and diamonds
અમદાવાદના ઋષભ જ્વેલર્સના 3 કર્મચારી પાસેથી થયેલી રૂપિયા 3 કરોડની લૂંટ મામલે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસ આ મામલામાં પાંચ આરોપીઓની ધરપકડ કરીને મુદ્દામાલ પરત મેળવવા તજવીજ હાથ ધરી છે
 
હાલ પાટણ LCBએ લૂંટ કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન વધુ ખુલાસા થવાની સંભાવના છે. 
 
અમદાવાદની ઋષભ જ્વેલર્સના 3 કર્મચારી પાસેથી થઈ હતી 3 કરોડની લૂંટ. વેપારીના 3 માણસો કારમા સોનાચાંદીના દાગીના તેમજ હીરા લઇ ડીસાથી પાલનપુર તરફ આવી રહ્યા હતા ત્યારે ચડોતર બ્રિજ નજીક કાર કેમ ઠોકી તેમ કહી વેપારીના માણસોની કાર રોકવી લૂંટારા કારમા ઘુસ્યા હતા.
 
સોનાના દાગીના કુલ વજન ૬ કિલો ૯૨,૮૭ ગ્રામ જેની જી.એસ.ટી સાથેની કુલ કિ.રૂ.૩,૧૮,૨૬,૬૮૦૪-તરમાજ મોબાઈલ નંગ-૦૫ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૧૮,૫૧,૬૮૦/- ની લુંટ કરી ફરાર થઇ ગયા હતા.