સંબંધિત સમાચાર
- સુરતમાં ઉજવાશે વિકાસપર્વ: સુરતીઓને મળશે કરોડોના વિકાસ કામોની ભેટ
- મુખ્યમંત્રી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતી-દર્શન કરશે
- કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઔડા દ્વારા નિર્મિત સિવિક સેન્ટરનું કર્યું લોકાર્પણ
- Good News- બેંક કર્મચરીઓ માટે ખુશખબર- દર વર્ષે મળશે 10 સરપ્રાઈઝ લીવ RBI એ આદેશ કર્યુ
- વિશ્વ વસ્તી દિવસ- રાજ્યમાં એક વર્ષમાં એક લાખથી વધુ ગરીબ પરિવારો વધ્યા, રાજ્યની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા હેઠળ
સુરતની ૫૦૦ સોસાયટીમાં 'મેડિસીન કલેક્શન બોક્સ' મૂકી દવાઓ એકત્રિત કરાશે
આપણા ઘર-પરિવારમાં ઘણી વખત બિમારીની દવા લીધા બાદ કેટલીક દવાઓ પડી રહેતી હોય છે, આ બિનઉપયોગી દવા જરૂરિયાતમંદો સુધી પહોંચે એ માટે જે.સી.આઈ. (જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ) સંસ્થાના સભ્યો લોકોના ઘરમાં પડી રહેતી દવા એકત્રિત કરી જરૂરિયાતમંદો સુધી પહોંચાડશે.
આ માટે સુરતની ૫૦૦ સોસાયટીમાં 'મેડિસીન કલેક્શન બોક્સ' મૂકવામાં આવશે. જેસીઆઈ સુરત સમ્રાટ સંસ્થાના સંસ્થાપકશ્રી હાર્દિકભાઈ કાબરિયાએ સમાજના સામાન્ય વર્ગને સહાયરૂપ થવાની આ એક પ્રેરક પહેલ કરી છે. તેઓ જણાવે છે કે, 'આપણા ઘરોમાં ઉપયોગમાં ન લેવાતી હોય તેવી મેડિસિન નીકળતી હોય છે.
ઘણીવાર દર્દી સાજા થઈ ગયા બાદ દવાઓ અન્ય માટે ઉપયોગમાં લેવામાં આવે તો તંદુરસ્તી બક્ષી શકાય છે. આગામી એક વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ ૫૦૦ 'મેડિસીન કલેક્શન બોક્સ' મૂકી લોકોને મેડિસીન ડોનેટ કરવાં જાગૃત્ત કરીશું. બિનઉપયોગી દવાઓ અન્યો માટે ઉપયોગી બની શકે છે. વંચિત વર્ગને તંદુરસ્તી બક્ષવામાં આમજનતા સહભાગી બની શકે છે. કે મૃત્યુ પામ્યા બાદ એમની દવાઓ ઘરમાં એમ ને એમ ફાજલ પડી રહેતી હોય છે ત્યારે આ દવાઓ કોઈને જીવન પણ આપી શકે છે.
જો કોઈ પણ શહેરીજનો પોતાની સોસાયટી કે એપાર્ટમેન્ટમાં આ બોક્ષ મુકવા માંગતા હોય તો સંસ્થાપક હાર્દિકભાઈ કાબરિયા (મો.૯૪૦૯૪૪૦૯૬૨) નો સંપર્ક કરવાં જણાવાયું છે.
