સંબંધિત સમાચાર
- Live- ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો પર પ્રથમ અઢી કલાકમાં સરેરાશ 6 ટકા મતદાન
- ડાકોર મંદિરમાં પૂજા મામલે વિવાદ, પૂર્વ સેવકની બે પુત્રીઓએ મંદિરમાં સેવા માટે પ્રવેશની માંગ કરતા ઉભો થયો વિવાદ
- ડ્રગ્સ કાંડ: અદાણી પોર્ટના રૂખથી કોર્ટ નારાજ, પોર્ટની ભુમિકા અંગે નારાજગી દર્શાવતી ટીપ્પણી
- વડોદરામાં વાયરલ ફીવરના 873 નવા દર્દીઓ મળી આવતા તંત્રમાં દોડધામ, જાણો વાયરલ ફીવરના લક્ષણો અને ઉપાય
- અંબાજીઃ નવરાત્રીને લઇ મોટી જાહેરાત, ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા નહી યોજાય
ગાંધીનગર મહાનગરપાલિકા મતદાન- મોદીના 99 વર્ષીય માતાએ કર્યું મતદાન
ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન શરૂ છે. જેમાં મતદાનના પ્રથમ અઢી કલાકમાં 6 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં સવારના નીરસ મતદાન બાદ હવે મતદારોમાં ઉત્સાહ વધી રહ્યો છે. તેમજ વોર્ડ નં 4માં સેક્ટર 20 સરકારી પ્રાથમિક શાળામાં મતદારોની લાઇન લાગી છે.
આ ઉપરાંત સવારથી શરૂ થયેલા મતદાનમાં અનેક બુથ પર EVMમાં ખામી સર્જાઈ હતી. જેમાં સેક્ટર 21, 22 અને 24માં EVMમાં ખામી સર્જાઈ હતી. તેમજ ફરિયાદ બાદ ઇવીએમ બદલવામાં આવ્યા હતા.
જ્યારે સેક્ટર 3માં વોર્ડ નં 9 મા વહેલી સવરથી સારુ મતદાન થઈ રહ્યું છે. જેમાં પ્રથમ દોઢ કલાકમા 20 ટકા મતદાન થયું હતું. તેમજ સરકારી દવાખાનાના મતબુથ પર મતદારોની ભીડ જોવા મળી હતી.
પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરા બાએ (PM Narendra Modi Mother Hira Ba ) પણ 99 વર્ષની વયે મતદાન કરવા આવ્યા હતા. હીરા બાએ (Hira Ba voting at gandhinagar ) પોતાના પરિવારના સહારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તેમણે રાયસણની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે.
