સંબંધિત સમાચાર
- Bardoli Bus Accident: ગુજરાત-મહારાષ્ટ્ર હાઇવે પર બે બસો અથડાતા લાગી આગ, 7 લોકો જીવતા ભુંજાયા
- અમદાવાદમાં ઇબોલા વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ: આફ્રિકાથી આવેલા દર્દીને સિવિલમાં કરાયો આઇસોલેટ, અન્ય 11 લોકો નજર હેઠળ!
- ભારતીય સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક ક્ષણ: વડોદરામાં તૈયાર થયું દેશનું પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' C-295 મિલિટરી એરક્રાફ્ટ
- ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ઉનાના વોર્ડ નં. 1, 2 અને 4માં અશાંતધારો જાહેર
- ચીનની ફટાકડા ફેક્ટરીમાં થયો જોરદાર વિસ્ફોટ, 21 લોકોના મોત, 61 લોકો ઘાયલ
સારવાર કરાવવા જતા પરિવારને રસ્તામાં જ આંબી ગયો કાળ: મોરબી હાઇવે પર અકસ્માતમાં રણછોડગઢના 5 આશાસ્પદ યુવાનો હોમાયા
Morbi-Halwad serious road accident
મોરબી-હળવદ હાઇવે પર ચરાડવા ગામ નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં એક કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા પાંચ યુવાનોના મોત થયા હતા, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ઈજાગ્રસ્તને સારવાર માટે લઈ જતા હતાને અકસ્માત નડ્યો
રણછોડગઢ ગામના રહેવાસીઓ કિયા કારમાં સવાર થઈને એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈ જઈ રહ્યા હતા. ચરાડવા ગામ નજીક પેટ્રોલ પંપની સામેના ભાગમાં કારખાનામાંથી બહાર નીકળી રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે તેમની કાર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કાર ડમ્પરમાં ઘૂસી ગઈ હતી.
ત્રણના ઘટનાસ્થળે બેના સારવારમાં મોત
આ અકસ્માતમાં કારમાં સવાર કુલ સાત વ્યક્તિઓ પૈકી ત્રણના ઘટનાસ્થળે જ્યારે બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત થતાં અકસ્માતમાં કુલ પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે જેઓ હાલ મોરબી તથા રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
मोरबी-हलवद हाईवे के पास अनियंत्रित होकर एक किया कार डम्पर के पीछे जा घुसी।
— Dixit Soni (@DixitGujarat) June 6, 2026
कार मे सवार 3 लोगो की मौत#viralvídeo #CCTV #ACCIDENT #ROADSAFETY pic.twitter.com/QIO1FYthr8
મૃતકોના પરિવારજનોના જણાવ્યા અનુસાર, તેઓ હળવદ તાલુકાના માનસર ગામ પાસે બાઈક સ્લીપ થવાથી ઇજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને હોસ્પિટલે લઈ જઈ રહ્યા હતા. અકસ્માતની જાણ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જેસીબીની મદદથી કારના પતરા ખેંચી તમામને બહાર કઢાયા
આ બનાવમાં કારમાં બેઠેલા વ્યક્તિઓ કારમાં ફસાઈ ગયા હતા. જેથી જેસીબીની મદદથી કારના પતરા ખેંચીને તે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવમાં અત્યાર સુધીમાં કુલ મળીને પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને બે વ્યક્તિ ઇજાગ્રસ્ત. હાલતમાં સારવાર હેઠળ છે આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી ગયું છે
મૃતકોના નામ
સુરેશ વિશાભાઈ સિહોરા (ઉ.વ 47)
વિરમ ભીમાભાઇ દઢેયા (ઉ.વ 28)
પરેશ દિલીપભાઈ દઢેયા (ઉ.વ 24)
પ્રેમજી દઢેયા (ઉ.વ 59)
ભરત પ્રભુભાઈ દઢેયા (ઉ.વ 39)
ઈજાગ્રસ્તના નામ
પ્રકાશ ભરતભાઈ દઢેયા (ઉ.વ 25)
દિલીપ ભગવાનજીભાઈ દઢેયા (ઉ.વ 59)
