શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By વૃશ્ચિકા ભાવસાર|
Last Updated : મંગળવાર, 27 જુલાઈ 2021 (11:31 IST)

લોકડાઉનમાં બિઝનેસ પડ્યો બંધ તો પોતાના દમ પર શરૂ કર્યુ ડેયરી ફાર્મિંગ અને એક જ વર્ષમાં મહેનત રંગ લાવી

મોટીવેશનલ સ્ટોરી

Motivational story
કોરોના દરમિયાન અનેક લોકોના બિઝનેસ બંધ થઈ ગયા, અનેક લોકોની નોકરી છૂટી ગઈ તો અનેક લોકોના ધંધા બરબાદ થઈ ગયા. હાલત એ થઈ ગઈ કે લોકોને બે ટંકના ભોજન માટે પણ સંઘર્ષ કરવો પડ્યો, પણ આ મુસીબતમાં પણ કેટલાક એવા લોકો પણ જોવા મળ્યા જેમણે હાર માનવાને બદલે મહેનત કરી, પડકારને સ્વીકાર્યો અને પોતાના દમ પર ફરીથી બિઝનેસ ઉભો કર્યો, વિપદાને અવસરમાં બદલી. 
 
આવી જ સ્ટોરી છે અમદાવાદમાં રહેનારા ચેતન પટેલની. ચેતન ઈંટિરિયર ડિઝાઈનર હતો, અમદાવાદમાં તેનો બિઝનેસ સારો ચાલી રહ્યો હતો, પણ લોકડાઉનમાં તેનુ કામ ઠપ્પ પડ્યુ. ત્યારબાદ તેણે પોતાના ગામમાં ડેયરી ફાર્મિગનુ કામ શરૂ કર્યુ. તેમા તેને સફળતા પણ મળી, પહેલા જ વર્ષે તેણે 7 લાખની કમાણી થઈ છે. 
ચેતન બતાવે છે કે ગયા વર્ષે લોકડાઉનને કારણે કામ બંધ પડી ગયુ. આવક બંધ થઈ ગઈ. જો કે ગાય પ્રત્યે પહેલાથી જ પ્રેમ રહ્યો છે, તેથી મારા મિત્રની સલાહ પર મે ડેયરી ફાર્મિંગનુ કામ શરૂ કર્યુ.  આ માટે અમે પહેલા રિસર્ચ કર્યુ. ગાયોના સંબંધમાં માહિતી એકત્ર કરી. ત્યારબાદ કામ શરૂ કર્યુ. ગામમાં આવીને એક ગૌશાળા ખોલી, તેમા ગિર નસ્લની કેટલીક ગાય મુકી. અમે ગાયનુ દૂધ કાઢીને આસપાસના વિસ્તારમાં વેચવા લાગ્યા. 
શહેરોમાં આજકાલ શુદ્ધ દૂધ મળવુ સહેલુ નથી. દરેક સ્થાને ભેળસેળની ફરિયાદ રહે છે. જ્યારે લોકોને અમારા કામ વિશે જાણ થઈ તો તેમની તરફથી ઓર્ડર મળવા લાગ્યા.  અમે રોજ સવાર સાંજ ગ્રાહકો સુધી દૂધ પહોંચાડવા લાગ્યા. હાલ ચેતન અમદાવાદ શહેરમાં દૂધની ડિલીવરી કરી રહ્યા છે.  તેઓ દર મહિને લગભગ 30 હજાર લીટર દૂધનુ માર્કેટિંગ કરી રહ્યા છે. તેનાથી સારી કમાણી થઈ રહી છે. હાલ તેમની પાસે ગિર નસ્લની 25 ગાય છે. 
ગ્રાહકોની ડિમાંડ વધી તો દૂધ સાથે ઘી પણ વેચવુ શરૂ કર્યુ. ચેતનના આ કામમાં તેમના પરિવારના લોકોએ પુરો સપોર્ટ કર્યો. તેમના બાળકો પણ ગાય સાથે સમય વીતાવે છે. 
ચેતન કહે છે કે અમને જયારે ગ્રાહકોનો સારો રિસ્પોન્સ મળ્યો તો અમે અમારો બિઝનેસ વધારવો શરૂ કર્યો. અમે દૂધ સાથે જ ઓર્ગેનિક ઘી બનાવવાનુ પણ કામ શરૂ કર્યુ. તેઓ કહે છે કે ગિર નસ્લની ગાયનુ દૂધ સૌથી સારુ માનવામાં આવે છે. અમદાવાદમાં આ ગાયનુ દૂધ 100 રૂપિયા પ્રતિ લીટર વેચાય છે. બીજી બાજુ તેમના દૂધમાંથી બનેલ દેશી ઘી ની કિમંત પ્રતિ કિલો 2400 રૂપિયાની આસપાસ છે.  અમે લોકો સુધી બિલ્કુલ શુદ્ધ દૂધ અને ઘી પહોંચાડીએ છીએ.  હઆલ અમે દર મહિને 30 લીટર ઓર્ગેનિક ઘી ની પણ ડિલીવરી કરી રહ્યા છીએ. 
Motivational story
ગાયોની હેલ્થ અને તેમની સુરક્ષાને લઈને પણ ચેતને ખાસ વ્યવસ્થા કરી છે. તે કહે છે કે અમે અમારા પરિવારના સભ્યની જેમ જ તેમનો ખ્યાલ રાખીએ છીએ. તેમના ખાન-પાનથી લઈને તેમના સ્વાસ્થ્ય સુધી દરેક વાતનુ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. એટલુ જ નહી, મે ગાયને મચ્છર અને કીડી-મકોડાથી બચાવવા માટે પૂરી ગૌશાળામાં મચ્છરવાળી જાળી પણ લગાવી છે, જેથી ગાયો ચેનથી આરામ કરી શકે. અમે ગાયો માટે ઓટોમેટિક પાણીની ટાંકી પણ લગાવી રાખી છે, જે ખાલી થયા પછી આપમેળે જ ભરાય જાય છે. 

ભાગીદાર જિજ્ઞેશભાઈનું શું કહેવું છે?

ચેતનભાઈ મારા મિત્ર છે. લોકડાઉનમાં તેમનો ઈન્ટીરીયર ડિઝાઈનનો બિઝનેસ સ્ટોપ થઈ ગયો હતો. એટલે અમે લોકોએ સાથે મળીને વિચાર કર્યો કે ગૌ શાળા શરૂ કરીએ. અમે ઘણું મનોમંથન કર્યું અને ઘણી જગ્યાએ જઈને ગૌ શાળા જોઈ.તેના પરથી આઈડીયા આવ્યો કે કેટલું બજેટ થશે કેવી રીતે આગળ વધી શકીશું. અમે આખરે પાર્ટનરશીપમાં ગૌ શાળા શરૂ કરવાનું નક્કી કર્યું. એ એટલા માટે નક્કી કર્યું કે હું પોતે જૈન છું એટલે ગૌ સેવા અને ગૌ દાનનો મહિમા સારી રીતે જાણું છું. હું હાલમા પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરી રહ્યો છું અને આગળના ભવિષ્યને લઈને આ નિર્ણય કર્યો. અમારી પાસે જમીનની વ્યવસ્થા હતી. આખરે અમે 12 લાખ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટ સાથે પાર્ટનરશીપનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો.
 
4-5 પશુઓ સાથે કરી શકીએ છીએ શરૂઆત 
 
જો તમારુ બજેટ ઓછુ છે કે પછી તમે રિસ્ક લેવા નથી માંગતા તો તમે બે થી ચાર પશુઓ સાથે તમારી પોતાની ડેયરી શરૂ કરી શકો છો. આગળ ધીરે ધીરે તમે જરૂર પ્રમાણે પશુઓની સંખ્યા પણ વધારી શકો છો. તેમા બે થી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ આવી શકે છે, પણ જો તમે કોમર્શિયલ લેવલ પર તેને શરૂ કરવા માંગો છો તો ઓછામાં ઓછા 10થી 15 લાખ રૂપિયાના બજેટની જરૂર પડશે.  આ સાથે જ જો તમે દૂધ સાથે તેની પ્રોસેસિંગ પણ કરવા માંગો છો તો બજેટ વધી જશે.  પ્રોસેસિંગ પ્લાંટ સેટઅપ કરવામાં એક કરોડ રૂપિયા સુધી ખર્ચ આવી શકે છે. તેથી બિઝનેસને ધીરે ધીરે આગળ વધારવો યોગ્ય રહેશે. 
ડેયરી સ્ટાર્ટઅપ માટે લોન અને સબસીડી ક્યાથી લઈ શકો છો 
 
ડેયરી સ્ટાર્ટઅપ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી આર્થિક મદદ મળે છે. 10 પશુઓ સુધીના સ્ટાર્ટઅપ માટે તમે 10 લાખ રૂપિયાની લોન લઈ શકો છો. આ લોન તમે કોઈ સહકારી બેંક કે SBI પાસેથી લઈ શકો છો. આ લોન પર NABARD ની તરફથી 25% સબસીડી પણ મળે છે અને જો તમે શેડ્યુલ કાસ્ટમાં આવો છો તો તમે  33% સુધીની સબસીડી લઈ શકો છો. 
સબસીડી અને લોન માટે એપ્લાય કરવાની રીત પણ ખૂબ સહેલી છે. આ માટે આધાર કાર્ડ, બેંક ખાતુ, આવક પ્રમાણ પત્ર, જાતિ પ્રમાણ પત્રનુ હોવુ જરૂરી છે.  સાથે જ તમને તમારા સ્ટાર્ટઅપને લઈને એક પ્રોજેક્ટ પણ તૈયાર કરવો પડશે. જેમા તમારા બિઝનેસ મોડલની માહિતી મેશન હોવી જોઈએ. આ માટે તમે કોઈ પ્રોફેશનલની મદદ લઈ શકો છો કે પછી નિકટના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પણ જઈ શકો છો.  આ સાથે જ રાજ્ય સ્તર પર પણ ડેયરી ફાર્મિંગને લઈને લોન અને સબસીડી મળે છે.  જુદા જુદા રાજ્યોમાં સ્કીમ થોડી જુદી હોઈ શકે છે.  આ માહિતી પણ તમે નિકટના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પરથી મેળવી શકો છો.