યૂરોપ-અમેરિકા બાદ સુરતમાં MIS-C બિમારીની એન્ટ્રી, જાણો તેના લક્ષણો
અમેરિકા, લંડન અને ન્યૂયોર્ક જેવા દેશોને ડરાવનાર કોવિડ 19 ગ્રુપની ખતરનાક બિમારી એમઆઇએસ-સી (મલ્ટી સિસ્ટમ ઇંફ્લેમેટરી સિંડ્રોમ-ઇન ચિલ્ડ્રન)ની એન્ટ્રી ગુજરાતના સુરતમાં થઈ ગઇ છે. અહીં તેનો પહેલો કેસ ગત 25 જુલાઇના રોજ સામે આવ્યો હતો. ત્યારબાદથી અત્યાર સુધી 30 કેસ સામે આવ્યા છે. સુરતના પેડિયાટ્રિક એસોસિએશને આ વાતની પુષ્ટિ કરી છે કે અત્યાર સુધી 30 બાળકોમાં તેના લક્ષણો જોવા મળ્યા. જોકે સમય પર ટ્રીટમેન્ટ મળવાથી હવે તે સ્વસ્થ્ય છે.
આ અંગે ડોક્ટરે જણાવ્યું હતું કે બિમારીના નાસથી જ તમે સમજી શકો છો કે આ બાળકોમાં થનાર ખતરનાક બિમારી છે. આ ત્રણ વર્ષથી લઇને કિશોર વય સુધીના બાળકોમાં જોવા મળી શકે છે. જો બાળકને તાવ, ઉલટી, ઝાડા, આંખો અને હોઠ લાલ દેખાય તો તાત્કાલિક બાળકનું મેડિકલ ચેકઅપ કરાવો. કારણ કે સમયસર સારવાર શરૂ થતાં તેને આગળ વધતાં રોકી શકાય છે.