મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 ડિસેમ્બર 2017 (12:42 IST)

અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીમા મહિલા પોલીસનો માસ્ટર પ્લાન

અમદાવાદીઓએ નવા વર્ષની ઉજવણી માટે તૈયારીઓ શરુ કરી દીધી છે ત્યારે પોલીસ વિભાગ પણ આ નવા વર્ષના દિવસે હર્ષોઉલ્લાસના સમયે કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેના માટે તૈયાર થઈ ગયો છે. નવા વર્ષના દિવસોમાં ઉજવણી સમયે થતી મહિલાઓની છેડતીના કિસ્સાઓમાં રોડ રોમિયોને પાઠ ભણાવવા મહિલા પોલીસ ખાનગી ડ્રેસમાં વેસ્ટર્ન આઉટફિટમાં પોલીસ શહેરમાં ઉજવણીની જગ્યાઓ પર ફરતી જોવા મળશે. અમદાવાદમાં 31 ડિસેમ્બરના રોજ અમદાવાદના એસ.જી હાઇવે અને સી.જી રોડ પર શહેરીજનો ઉજવણી કરવામાં ઉમટી પડતા હોય છે.

આ સમયે પીક પોંકેટિંગ થી લઈને મહિલાઓની છેડતી સુધીના અનેક પ્રકારના ગુનાઓ બનતા હોય છે પરંતુ આ વખતે મહિલા પોલીસ અને શાંતિ સમિતિની મહિલા કાર્યકરો અને સામાજિક મહિલા અગ્રણીઓને સાથે રાખીને શહેરના સરખેજ ગાંધીનગર હાઇવે અને સી.જી. રોડ પર ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે. આવનારા નવા વર્ષમાં લોકો રાતના 12 વાગતાની સાથે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ઉજવણી કરવા માટે રોડ પર ઉતારી આવતા હોય છે. આ સમયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહિ તે માટે થઈને પોલીસ વિભાગ પણ સુસજ્જ થઇ ગયું છે અને એન્ટી રોમિયો સ્ક્વોડ અને મહિલા પોલીસની એક ખાસ ટીમ સમગ્ર શહેરના મહત્વના તમામ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગના આધારે વિસ્તારમાં નજર રાખશે,સાથે સાથે બાઈક પર સ્ટન્ટ કરનારા લોકો અને દારૂ પીને છાકટા બનનારા લોકો પર પણ પોલીસ તવાઈ બોલાવવી શકે તો પણ નવાઈની વાત નથી