સંબંધિત સમાચાર
- લોકસભા ચૂંટણી 2019- ભાજપના ઋત્વિજ પટેલ અને કાર્યકરોએ પોલીસ સ્ટેશનમાં દાદાગીરી કરી
- લોકસભા ચૂંટણી 2019- વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવારનો ચોકીદાર તેમનો ટેકેદાર બનશે
- જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, 10 કિલોનો ભાવ સાંભળીને આંખો પહોળી થઈ જશે
- "હવા છોડવા" પર બોસ સામે કેસનો અજબ કિસ્સો
- સ્વાદિષ્ટ પનીર ટમેટા પરાઠા
પાક વીમો ન મળતા પડધરીમાં 1 હજારથી વધુ ખેડૂતો રસ્તા પર ઉતર્યા, પોલીસ સાથે ઝપાઝપી
રાજકોટના પડધરીમાં મામલતદાર કચેરીએ પાકવીમો ન મળતા 1 હજારથી વધુ ખેડૂતો એકત્ર થયા હતા. ખેડૂતોએ બેનરો સાથે સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ પાકવીમા અંગે યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. તેમજ કોઇ પણ પક્ષના નેતાઓએ પડધરી તાલુકાના ગામડાઓમાં મત માગવા કે પ્રચાર કરવા પ્રવેશવું નહીંની પણ ચિમકી ઉચ્ચારી હતી. ખેડૂતો વિફરતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી થઇ હતી. તેમજ પથ્થરોના ઘા થયાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ અનેક ખેડૂતોની અટકાયત કરી છે.
