શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 માર્ચ 2017 (12:03 IST)

બાંગ્લાદેશની 14 વર્ષની સગીરા પર અમદાવાદ-માંગરોળમાં ગેંગરેપ

માંગરોળ ખાતે બાંગ્લાદેશની 14 વર્ષની સગીરા પર ગેંગરેપની ઘટનાની વિગત બહાર આવતા સમગ્ર જૂનાગઢ પંથકમાં ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે ભારત-બાંગ્લાદેશ બોર્ડર વિસ્તારમાંથી આવતી સગીરાને તેના જ માતા-પિતાએ માત્ર 1100 રૂપિયામાં વેચી હતી. જ્યાંથી તેણે અલગ-અલગ શહેરોમાં થઇ અમદાવાદ લવાઇ હતી. અમદાવાદમાં પણ આ સગીરા પર અજાણ્યા શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ માંગરોળની એક મહિલાને વેચી દેવામાં આવી હતી.

માંગરોળ ખાતે તેના પર 14 નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે અમદાવાદ અને માંગરોળમાં થઇ આ સગીરા પર 21 નરાધમો દ્વારા ગેંગરેપ કરાયો છે. મળતી માહિતી મુજબ અમાનુષી અત્યાચારભર્યા કિસ્સામાં 14 વર્ષની આ સગીરા માંગરોળ એસટી બસ સ્ટેન્ડમાં રડતી હોઇ બધા ભેગા થઇ ગયા હતા. દરમ્યાન એસટીના કર્મચારીઓએ સાંત્વના આપી પૂછયું પરંતુ સગીરા જુદી ભાષામાં બોલતી હોવાથી સમજાતું નહોતું આથી સ્થાનિક આગેવાનોને જાણ કરાઈ હતી. ત્યારબાદ સગીરાએ પોલીસ સમક્ષ એક પછી એક ચોંકાવનારી વિગતો આપી હતી. ત્યારબાદ પોલીસે અમદાવાદ તેમજ માંગરોળના અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી એલસીબીને તપાસ સોંપી છે. જુદી જુદી ટીમો બનાવી અલગ-અલગ સ્થળોએ તપાસ શરૂ કરાઈ છે. સગીર પીડિતાએ આ સેક્સ રેકેટમાં 11 જેટલી બાળાઓ હજુ પીડાતી હોવાનું જણાવ્યું છે. હાલ આ સગીરાને જૂનાગઢની શિશુમંગલ સંસ્થામાં મોકલી આપી છે.