મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 એપ્રિલ 2017 (13:16 IST)

લો બોલો! ડાંગ જિલ્લામાં ઇલે.રમકડા ઉપર પ્રતિબંધ

ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ટી.કે.ડામોર દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર કેન્દ્રિય ગૃહ મંત્રાલયની માર્ગદર્શક સૂચનાઓ મુજબ ડાંગ જિલ્લામાં ઇલેકિટ્રક રમકડા, ડ્રોન કેમેરા તથા સ્કાયલેન્ટર્સ (ચાઇનીઝ તુક્કલ, ફાનસ) અને અન્ય કોઇપણ ચીજવસ્તુઓ, સુરક્ષાની દ્રષ્ટિએ આકાશમાં ઉડાવવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તાર સહિત સાપુતારા નોટિફાઇડ એરિયા કચેરીના વિસ્તારમાં તા.૨૦-૬-૨૦૧૭ સુધી લાગુ આ પ્રતિબંધક આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ પણ આ જાહેરનામામાં વધુમાં જણાવાયું છે.