શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 મે 2017 (15:16 IST)

ગુજરાતમાં 5 હજારથી વધુ લોકો LPG સબસિડી પરત માગી -ભાજપના નેતાઓને જ સબસિડી છોડવી નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેસની સબસીડી છોડવા ગીવ ઇટ અપ અભિયાન શરૃ કર્યુ હતું પણ તેને ખાસ  પ્રતિસાદ મળ્યો નથી . ગુજરાતમાંથી જ પાંચ હજારથી વધુ લોકોએ ગેસની સબસીડી પરત માંગી છે. ગેસ એજન્સી સંચાલકો જ કબૂલ કરે છેકે, બંગલા-કાર વાળા ય સબસીડી પરત મેળવવા ગેસ એજન્સીના આટાંફેરા મારે છે. ગેસ એજન્સીના સંચાલકોનું કહેવું છે કે, મોટાભાગના લોકોને તો મોબાઇલ ફોનથી ગેસ નોંધાવવાનું ય ફાવતુ નથી . આ કારણોસર ફોનના બટન ભૂલથી દબાઇ જતાં ગેસ સબસીડી લેવી નથી તેવો મેસેજ પહોંચતો થઇ જાય છે. ગેસધારકને પાછળથી આ ભૂલ સમજાય છે. નોંધ લેવા જેવી વાત તો છેકે, એકવાર સબસીડી ન લેવાનો મેસેજ પહોંચે તો પછી એક વર્ષ સુધી સબસીડી મળતી નથી. આમ, ઘણાં લોકો સબસીડીથી વંચિત રહ્યાં છે. અમદાવાદમાં જ નહીં, સુરત, વડોદરા જેવા શહેરોમાં કાર-બંગલાના માલિકો ય ગેસની સબસીડી મેળવવા ગેસ એજન્સીએ વિનવણી કરે છે. નરેન્દ્ર મોદીની અપીલ છતાંયે ભાજપના નેતાઓ-કાર્યકરો પણ ગેસની સબસીડી છોડવા તૈયાર નથી. રૃા.૭૫૦ના ગેસના બોટલ પર રૃા.૨૭૦ જેવી સબસીડી આવી કારમી મોંઘવારીમાં કોણ છોડે.... ગુજરાતમાં ગેસની સબસીડી પરત માંગનારાઓની લિસ્ટ હવે લાંબુ થતુ જાય છે. ગેસ એજન્સીના સંચાલકો કબૂલે છેકે, રોજના બે-પાંચ જણાં ગેસની સબસીડી પરત મેળવવાની માંગણીની અરજી લઇને આવે છે.