સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 માર્ચ 2018 (14:51 IST)

કેન્દ્રની ગુજરાતને થપ્પડ, સરદાર સરોવર યોજના માટે મોદી સરકારે રૃા.૨૦૭૬.૮૬ કરોડ ઓછા ફાળવ્યાં

સરદાર સરોવર યોજનાનો રાજકીય લાભ લેવામાં ભાજપ સરકારે જરાયે કસર છોડી નથી.વિધાનસભાની ચૂંટણી વખતે ય ભાજપે ચૂંટણીલક્ષી સરદાર યાત્રા યોજી હતી. આ જ ભાજપ સરકારે વિધાનસભામાં કબૂલ્યુ છેકે,સરકાર સરોવર યોજના માટે કેન્દ્ર સરકાર સમક્ષ કુલ રૃા,૪૬૯૦ કરોડ ગ્રાન્ટ પેટે માંગ્યા હતાં જયારે મોદી સરકારે હોમસ્ટેટ ગુજરાતને જ રૃા.૨૦૭૬.૮૬ કરોડ ઓછા ફાળવ્યા હતાં. લોકસભાની ચૂંટણી વખતે મનમોહનસિંહ સરકારે વિવિધ પ્રશ્નોના મુદ્દે ગુજરાતને ઘોર અન્યાય કર્યો છે તેવી વાતો ભાજપે ગજવી ગુજરાતી મતદારોને ભરમાવ્યા હતાં. હવે આજ ગુજરાતને કેન્દ્ર સરકાર અન્યાય કરી રહી છે. વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રીએ એવો જવાબ આપ્યો છેકે, વર્ષ ૨૦૧૬-૧૭માં સરદાર સરોવર યોજના માટે કેન્દ્ર સરકાર સમક્ષ રૃા.૨૩૬૮.૧૪ કરોડ માંગવામાં આવ્યા હતા જયારે વર્ષ ૨૦૧૭-૧૮માં રૃા.૨૩૨૨.૩૯ કરોડની ગ્રાન્ટની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ માગણી સામે વર્ષ ૨૦૧૬-૧૭માં ૧૬૪૩.૫૨ અને વર્ષ ૨૦૧૭-૧૮માં રૃા.૯૭૦.૧૬ કરોડ ગ્રાન્ટ આપી હતી. સરકારે આ તમામ ગ્રાન્ટ વાપરી નાંખી હતી. ભાજપ સરકારે સરદાર સરોવર યોજનાના દરવાજાની મંજૂરીને આગળ ધરીને ભરપૂર રાજકીય પ્રચાર કર્યો હતો. પણ આ જ ભાજપ સરકારે સરદાર સરોવર યોજનાના વિકાસ માટેની ગ્રાન્ટમાં અડધોઅડધ કાપ કરી દીધો હતો. રાજ્ય સરકારે કરેલી દરખાસ્ત સામે રૃા.૨૬૧૩.૬૮ કરોડ જ આપી સંતોષ માન્યો હતો. આમ,મોસાણમાં માં પિરસનારી હોવા છતાંય ગુજરાતને કેન્દ્ર સરકારે અન્યાય કર્યો છે.