શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 એપ્રિલ 2018 (23:08 IST)

સવારથી ચાલી રહેલા તોફાન અંગે સીએમ રૂપાણીનો કોંગ્રેસ પર પ્રહાર કહ્યું કોંગ્રેસ આંબેડકરના નામે રાજનીતિ કરે છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયના મામલે દલિત સમાજ દ્વારા આપવામાં આવેલ ભારત બંધના મામલે આજે રાજ્યમાં દલિત સમાજ દ્વારા મોટી સંખ્યામાં રેલી યોજી દુકાનો બંધ કરાવેલ તેમજ અમુક દુકાનોમાં પથ્થર મારી તોડફોડ કરેલ હોવાની ઘટનાઓ સામે આવી છે. ભારત બંધનાં એલાનને કૉંગ્રેસે પણ ટેકો જાહેર કર્યો છે. ત્યારે ગુજરાતમાં સ્થિતિ વણસે નહી તેના માટે તંત્ર હરકતમાં છે અને પોલીસને પણ સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપી દેવાયા છે.

બંધના એલાન અંગે ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ નિવેદન આપ્યુ છે. ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાંએ નિવેદન આપતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટનાં હૂકમ બાદ કેન્દ્ર દ્વારા તરત જ પુનર્વિચાર અરજી કરી દેવામા આવી છે. કેન્દ્ર સરકારે રિવ્યુ પીટિશન કરી છે’ જોકે આ મામલે ચૂડાસમાં કૉંગ્રેસ પર આરોપ લગાવ્યા છે અને કહ્યું કે, કૉંગ્રેસ મગરનાં આંસુ સરે છે ત્યાં જ ભાજપ સરકારને દલિત સમાજ પ્રત્યે લાગણી છે, એસસી, એસટી બંને જાતિને નુકસાન ન જાય તેવા નિર્ણય સરકારે કર્યા છે તથા સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર લોકોએ ન કરવો જોઇએ તેવી પણ ચૂડાસમાએ લોકો સમક્ષ અપિલ કરી હતી. ત્યાં જ રાજ્યનાં મુખ્યમંત્રી SC/ST દ્રારા ભારત બંધના વિરોધનો મામલે નિવેદન આપ્યુ છે. ભારત બંધના વિરોધ મામલે CM રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું કે,’સરકાર દ્વારા સુપ્રીમમાં રીવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી છે. તથા સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતાં અને કહ્યું હતું કે, “કોંગ્રેસ દલિતોના નામે રાજનીતિ કરે છે, કૉંગ્રેસ બાબા સાહેબ આંબેડકરના નામે હંમેશા રાજનીતિ કરે છે” આ સાથે જ મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા  કૉંગ્રેસને દલિતોને ગેરમાર્ગે ન દોરાવાની અપિલ પણ કરી હતી.