સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 એપ્રિલ 2018 (15:21 IST)

5000ની વસતી વચ્ચે ફક્ત એક જ બોર ! પાણી માટે લોકોની લાંબી લાઈન લાગે છે.

ગુજરાતમાં ઉનાળો આકરા પાણીએ છે ત્યારે ઉનાળાની શરૂઆત પહેલાં જ લોકોને પાણીની હાંલાકી પડવા લાગી છે. ત્યારે અનેક ગામો એવા છે જ્યાં લોકોને પાણી માટે વલખાં મારવા પડે છે. સરકારે ખેડૂતોને ખેતી માટે પાણી આપવાનો ઈનકાર કરી દીધો છે ત્યારે પીવાના પાણીની તંગી ના રહે તેના આયોજનો કરવાનો વાયદો પણ કર્યો છે. સરકારના ખોખલા વાયદાઓ વચ્ચે છોટાઉદેપુરના રૂમડીયા ગામના લોકો પીવાના પાણીની ભારે પરેશાન ભોગવી રહ્યા છે. ગામમા આવેલા 100 બોરમાંથી એક જ બોર ચાલુ છે. 5000ની વસ્તી  વચ્ચે એક જ બોરમાંથી પાણી ભરવા મોટી લાઇનો લાગે છે.

ગામમાં હાફેશ્વર જૂથ પાણી પુરવઠા યોજનાની ટાંકી પણ બનાવવામાં આવી છે. પણ તે શોભાના ગાંઠિયા સમાન બની છે. બપોર પછી  ગામની દરેક મહિલા ગામના એક જ બોર પર પાણી મેળવવા લાઈનમા ઉભી થઇ જાય છે. પાણી કયારે મળે તે ચોક્કસ નથી કહી શકાતું . ગામમા લાઈટ આવે તો અહીની મોટરબોર ચાલુ કરવામા આવે છે. બાદમા માંડ માંડ પાણી મળે છે. ગામના સરપંચનું કહેવું છે કે તંત્ર અને પાણી પુરવઠા વિભાગમા વારંવાર જાણ કરવામાં આવી છે. પરંતુ કોઇ પરિણામ નથી આવ્યુ.