શનિવાર, 1 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 મે 2018 (17:22 IST)

અમદાવાદના જગન્નાથ મંદિર પાસે કાર નીચે માસુમ બાળકી કચડાઈ

અમદાવાદ
અમદાવાદના જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં બાળકીનું મોત નિપજ્યું છે. મંદિરમાં કામ કરતા કામદારની બાળકી પ્રાંગણમાં રમતી હતી ત્યારે એક કારચાલાકે ગાડી રિવર્સ લેતા બાળકીનું મોત નિપજ્યું હતું.અમદાવાદના જમાલપુર વિસ્તારમાં જગન્નાથ મંદિર આવેલું છે. હાલ આ મંદિરના રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. જેને પગલે કેટલાક મજૂરો અહીં કામ કરી રહ્યાં છે.

આ મૂજરોમાંના એક મજૂરની ત્રણ વર્ષની દીકરીને કપડામાં લપેટીને એક બાજુ છાયડામાં સૂવડાવાવમાં આવી હતી. ત્યારે મંદિરમાં એક સેવક દર્શન કરવા આવ્યો હતો. તેણે કાર રિવર્સ લેતા કારના પૈડા માસુમ બાળકી પર ફરી વળ્યા હતા. બાળકીને તાત્કાલિક વી.એસ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પણ ત્યાં સુધી તેનું મોત નિપજ્યું હતું. ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.