મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 મે 2018 (13:16 IST)

અમદાવાદમાં નરાધમ પિતાએ સાવકી દિકરીને પિંખી નાંખી ગર્ભવતી બનાવી

અમદાવાદમાં ફરીવાર હચમચાવી નાંખતો કિસ્સો ચર્ચાએ ચડ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા નરાધમ પિતાએ પોતાની સાવકી પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો અને આ દુષ્કર્મ દરમિયાન તેને ગર્ભવતી પણ બનાવી હતી. આ સમગ્ર ઘટના સેટેલાઇટ પોલીસ સ્ટેશને પહોંચતા ચર્ચામાં આવી છે. સાવકી દીકરીએ પોતાની માતા અને સાવકા પિતા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પીડિત યુવતી પોતાના માતા-પિતા સાથે સાણંદ રહેતી હતી. જોકે યુવતીના માતા-પિતા વચ્ચે તાલમેલ ન આવતા તેઓ અલગ થઇ ગયા હતા દરમિયાન યુવતીની માતાએ બીજે લગ્ન કર્યા હતાં અને યુવતી તેમની સાથે સેટેલાઇટ રહેવા આવી હતી. દરમિયાન સાવકા પિતાએ જ પોતાની સાવકી દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેને ગર્ભવતી બનાવી હતી.

આ બનાવમાં જ્યારે પીડિતાએ એક મૃત બાળકને જન્મ આપ્યો ત્યારે આ સમગ્ર ઘટના સામે હતી. આ ઘટનામાં પીડિતાની માતાની ભૂમિકામાં પણ શંકાસ્પદ નજર આવી રહી છે. પોલીસે હાલમાં સાવકા પિતાની ધરપકડ કરી લીધી છે.