સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 મે 2018 (17:53 IST)

BHUJ News - ભૂજ બસસ્ટેન્ડને ફૂંકી મારવાનો ધમકીભર્યો પત્ર મળતાં તંત્ર દોડતું થયું

ભુજ બસ ડેપોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થઇ ગયું છે. ધમકીભર્યો પત્ર ISISનાં નામે લખવામાં આવ્યો છે. પત્ર મળતા જ તંત્ર દોડતું થઇ ગયું છે. આ પત્ર અંગે SOGને તપાસ સોંપવામાં આવી છે. આ પત્ર લખવા અંગે ભૂજ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે. ધમકીભર્યો પત્ર મળવાને કારણે LCB, SOG અને ડૉગ સ્કવૉડ સહિતની એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ભુજ ST ડેપોને ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર ST ડેપો મેનેજરને મળ્યો હતો. પત્રમાં બસ સ્ટેન્ડ 8 અને ST બસોમાં બૉમ્બ મુકાયાની ધમકીભર્યો પત્ર મળી આવ્યો હતો. ભચાઉ તાલુકા હેલ્થ ઑફિસરનાં નામથી આ પત્ર મળ્યો હતો. બૉમ્બથી ST ડેપોને ઉડાવી દેવાની ધમકીને લઇને તંત્રને જાણ કરવામાં આવી હતી. પોલીસે પત્ર મળતા જ જરૂરી કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. તો LCB, SOG અને ડૉગ સ્કવૉડ સહિતની એજન્સીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી આવી રહી છે.