બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર, , મંગળવાર, 26 જૂન 2018 (10:50 IST)

પક્ષ હોય કે વિપક્ષ ધારસભ્યનું કંઇ ઉપજતું નથી - કુંવરજીભાઇ બાવળીયા

જસદણના કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, બંને પક્ષમાં કોળી સમાજના ધારાસભ્યો જરૂર છે, પરંતું સત્તામાં રહેલા પક્ષ હોય કે વિપક્ષ સમાજના ધારસભ્યનું ખાસ ઉપજતું નથી. જેને લઈને ધારવા છતાં વિસ્તાર કે સમાજના લોકોની મદદ કરી શકાતી નથી. જો કે કોળી સમાજના આ સંમેલનનો ફ્લોપ શો થયો હોય તેમ લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બધા એક થઇને સમાજનો વિકાસ કેમ થાય તેની ચિંતા કરવી જોઇએ. નાના-મોટા મનદુઃખ થાય તે જતું કરવું જરૂરી છે. સમાજને સાથે રાખી સમાજની બહુમતીથી આ નિર્ણય કર્યો છે. સમાજના ઉત્કર્ષ માટે બધા એક મંચ પર બેઠા છીએ. વિસ્તારના લોકોએ અને સમાજના લોકોએ 5 વખત ભરોસો મૂકી મને ધારાસભ્ય બનાવ્યો છે. વિસ્તારના વિકાસ અને ઉત્કર્ષ માટે આગામી દિવસોમાં આગળ વધવાનું થશે તો સમાજ અને વિસ્તારના લોકોને સાથે રાખી વધીશું. ક્યારેય સમાજના લોકોનો ભરોસો તોડીશું નહીં અને આગામી સમયમાં જે કરીશ તે બધાને સાથે રાખીને કરીશ તેવી ખાતરી પણ તેમણે આપી હતી.